OMG!/ આ ડ્રાઈવરે આવી રીતે રિક્ષા ચલાવીને બનાવ્યો રેકોર્ડ, જોઇલો તમે પણ…

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, એક વ્યક્તિ રીક્ષા ચલાવે છે,પણ થોડી વાર બાદ તે થ્રી વ્હિલર રિક્ષાને બે વ્હિલમાં ચલાવતો જોવા મળે છે

Ajab Gajab News
Untitled 165 આ ડ્રાઈવરે આવી રીતે રિક્ષા ચલાવીને બનાવ્યો રેકોર્ડ, જોઇલો તમે પણ...

આપણી આસપાસ ઘણા પ્રતિભાશાળી લોકો હોય છે. જેમાં કેટલાક લોકો એવા પરાક્રમો બતાવે છે, જેને જોઈને દરેક દંગ રહી જાય છે. આજકાલ એક અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવ્યો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્સ્ટાગ્રામ પરથી આ વીડિયો શેર કર્યો છે.જેમાં ડ્રાઈવરનું આ પરાક્રમ  જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, એક વ્યક્તિ રીક્ષા ચલાવે છે,પણ થોડી વાર બાદ તે થ્રી વ્હિલર રિક્ષાને બે વ્હિલમાં ચલાવતો જોવા મળે છે. 2.2 કિલોમીટર આ રિક્ષા ચલાવીને આ ડ્રાઈવરે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાંપોતાનું નામ નોંધાવ્યુ છે.ઉલ્લેખનીય છે કે, ગિનીસ બૂકે તેના પેજ પરથી શેર કરેલો આ વીડિયો જૂનો છે, પરંતુ હવે આ વીડિયો ફરી લોકપ્રિય બની રહ્યો છે.

Instagram will load in the frontend.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી guinnessworldrecordsના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયોને (Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,પહેલી વાર કોઈને આ રીતે રિક્ષા ચલાવતા જોયા છે