Not Set/ પક્ષીઓના અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતા

એકસાથે એક જગ્યાએ ઘણી બધી લિફ્ટ હોય ત્યારે ઉપર જવા માટે બટન દબાવો ત્યારે એક સાથે બધી લિફ્ટ નીચે નથી આવી જતી અને નજીકની એકજ લિફ્ટ આવે છે તે બધી લિફ્ટ વચ્ચે પ્રોગ્રામ ડિઝાઇન કરે છે તે એક Swarm ઇન્ટેલીજન્સ પ્રમાણે સેટ કરેલું હોય છે. અભ્યાસ સતત ચાલતા રહે છે અને નવી નવી જાણકારી અને તેઓ આધારિત શોધ થતી રહે છે.

India Ajab Gajab News Trending
birds 8 1 પક્ષીઓના અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતા

@જગત કીનખાબવાલા, સ્પેરો મેન

ઉંચે આક્શામાં પક્ષીઓના નાના અને મસમોટા સમૂહને એક સાથે લયમાં ઉડતા જોઈ આનંદ અને અચંબિત થઇ ઉઠાય છે, બસ જોયા જ કરો, જોયા જ કરો! કુદરતે તેમને જન્મજાત કેવી કાબેલિયત આપેલી છે! તેઓ કેમ આડાઅવળા ઉડતા નથી તેમજ તે અથડાતા જોવાં નથી મળતાં! તેઓ નથી કોઈ શાળામાં જતાં કે નથી તેમને કોઈ શીખવાડતું પરંતુ પોતાના સાથીદારો સાથે ઉડતાં ઉડતાં આ કાબેલિયત મેળવી લે છે.

jagat kinkhabwala પક્ષીઓના અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતા

આ એક્સુત્રતાનો ચોક્કસ ઉપયોગ લગભગ દરેક પ્રકારનાં નાના અને મોટા જીવમાં જીવાતી જોવાં મળે છે. ખુબ બારીક બેક્ટેરિયા, કીડીના દર, માછલીઓ, મોટા અને નાના પ્રાણીઓ તેમજ જાતભાતના જીવડાંમાં પણ સામાન્ય રીતે તેમના જીવનનો એક ભાગ છે. જયારે પણ જુવો ત્યારે ચોક્કસ ધ્યાનાકર્ષિત મુદ્રામાં તેઓનો સમૂહ દેખાય છે.

birds 7 પક્ષીઓના અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતા

માઇગ્રેટરી/ યાયાવર પક્ષીઓ જયારે ખુબ મોટા સમૂહમાં સ્થાળંતર કરતાં હોય, એકબીજાને ઉડવામાં મદદરૂપ થતા હોય, એક બીજાથી ચોક્કસ અંતર રાખી શિસ્તબદ્ધ રીતે ઉડતાં ઉડતાં અથડાતા ન હોય, ઓછી શક્તિ વપરાય તે રીતે હવા કાપતા હોય, તેવા સમયે વચ્ચેના ભાગમાં ઘરડાં, બીમાર/ માંદા/ પ્રેગ્નન્ટ, ખુબ નાના પક્ષીને રાખી અંતર કાપતાં હોય છે.

birds 6 પક્ષીઓના અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતાઉડતાં આગળ જતાં હોય ત્યારે ઓચિંતો ખુબજ પવન વાય, વાતાવરણ તોફાની બને, વરસાદ આવે તેવી ઓચિંતી વિપરીત પરિસ્થિતિ ઉભી થાય, રાતવાસો કરવા માટે તેમજ બીજી સવારે ફરીથી આગળ વધવા માટેની એકબીજાને સમયસર સૂચના વગેરે આપવાની હોય અને તેમ છતાં આવી વિવિધ પ્રક્રિયામાં ઉડતાં ઉડતાં એકબીજા સાથે અથડાય નહીં, જાતને અને સમૂહને સાંભળી લે તેવી કાબેલિયત ધરાવતા હોય છે.

birds 5 પક્ષીઓના અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતા

તેઓ સમૂહમાં એકબીજા સાથે ઉડતાં હોય ત્યારે બાજુના પાડોશી સાથીદાર સાથે અથડાતાં નથી, દિશા અને લયમાં જુદા જુદા પાડોશી સાથે હજારો કિલોમીટર સુધી ઉડતા આગળ જતાં હોય છે જે તેમનાં જીવનચક્રનો એક બહુ અગત્યનો ભાગ છે. આ પ્રક્રિયામાં એકબીજાથી અંતર સાચવવું, ઝડપ સાચચવી, પાડોશીની દરેક હલનચલન ઉપર સતત અને સતેજ દરેક ક્ષણે ધ્યાન રાખવું, દિશા અને સમયનું ધ્યાન રાખવું, ઓચિંતી આવેલી મુશ્કેલી પ્રમાણે બાકીના સમૂહ સાથે સમયસૂચકતા સાથે તાત્કાલિક મેળ મેળવવો તે બહુ મોટી કાબેલિયત છે. દરેકે દરેક સભ્યોનાં એકજ સમયે અને એકજ સાથે સફળતા પૂર્વક અને ચપળ રીતે કામ કરવાની ક્ષમતાં એક આગવી લાક્ષણિકતા તેઓને કુદરતે તેમનાં જીન્સમાં/ લોહીમાં બક્ષેલી લાક્ષણિકતા છે.

birds 4 પક્ષીઓના અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતા

આવાજ ગુણ ખુબજ નાની કીડીનો અભ્યાસ કરવામાં આવે ત્યારે અચંબિત કરી દે છે. તેઓ ઋતુ પ્રમાણે તેમનાં દરમાં અને દરની રાણીના વહેંચેલા કામને કરવા માટેની સૂચનાનું પાલન પણ પક્ષીની જેમ જ આટલા નાનાજીવનું કામ પણ અદભુત રીતે થતું હોય છે. તેમનાં મગજનું માપ/ size, ક્ષમતાં અને કાબેલિયત અકલ્પનિય હોય છે. કીડીઓ અને મધમાખીઓ આગળ વધે તેમજ ખોરાક ખાય ત્યારે પણ માપસર વહેંચાય તે રીતે ગોઠવાઈ જતાં હોય છે અને કોઈ તૂટી પડતાં નથી. કીડી પોતાના વજન કરતાં ૫૦૦૦ ઘણું વજન ઊંચકી શકે છે અને તેઓ ભેગી થઇ મોટા જીવને કે ખોરાકને ખેંચી જાય ત્યારે સહિયારા ભેગા થઇ કામ પાર પાડે તે પણ Swarm ઇન્ટેલીજન્સ છે. નાની નાની કીડી પણ ખોરાક કે પાંદડા ઉપર પડેલું પાણી પણ ખાય પીવે તો પોતાના સમૂહ સાથે સરખી વહેંચણી મળે તે રીતે ગોઠવાઈ જઈ ખાઈ પી લેતા હોય છે. આફિકાના જંગલોમાં ખુબ મોટા જિરાફ જયારે અકેસીયાના વૃક્ષોના જંગલમાં તેમનાં ફૂલ ખાવા માટે વહેંચાઈ જઈને ચારે બાજુથી તૂટી પાડે છે તે ચારે બાજુથી વ્યવસ્થિત રીતે વહેંચાઈ જવાની પ્રક્રિયા Swarm ઇન્ટેલીજન્સ જ છે અને અને તેવા સમયે અકેસીયા ના વૃક્ષ સ્વબચાવ માટે જિરાફના હુમલાનો સંદેશો પોતાનામાંથી ઇથેલીન ગેસ છોડીને બીજા સાથીદાર વૃક્ષોને બચાવવા માટે કરે છે તે પણ Swarm ઇન્ટેલીજન્સ જ છે. આમ કુદરતના વિવિધ જીવમાં Swarm ઇન્ટેલીજન્સ સામાન્ય/ કોમન હોય છે.

birds 3 પક્ષીઓના અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતા
આ દરેક જીવમાં એકબીજાથી રખાતું સરેરાશ અંતરની ગણતરી અને સિદ્ધાંત ખુબજ અગત્યનો હોય છે અને તે કારણે આખી તેઓની ચહલ પહલની પ્રક્રિયા અસરકારક રીતે સફળ થાય છે. નાના મોટા દરેક જીવની આ કાબેલિયત ખુબજ તર્કસંગત હોઈ આખી પ્રક્રિયા સર્વજ્ઞાનમાં પરિણમે છે જે અસરકારક અને સફળ પરિણામ આપે છે. જે તે જીવનો સમૂહ એક લક્ષ્ય નક્કી કરે છે અને તેને પાર પાડે છે જે સમય જતાં એક અનુભવી પ્રક્રિયા બની તેમનામાં સ્કિલ વિકાસ પામે છે.

birds 2 પક્ષીઓના અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતા
લાખોની સંખ્યામાં તમે એક જાતના પ્રાણીના સમૂહને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતાં જોયા હશે જે સતત રસ્તા, પાણી, મગર, શિકારી પ્રાણી વગેરેને ભેદતાં હજારો માઇલ જતાં હોય છે.
આ સામાન્ય દેખાતી પણ ખુબજ જટિલ પ્રક્રિયાનો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ (AI) ખુબજ મોટા પ્રમાણમાં અને વધુ ને વધુ સતત અભ્યાસ થઇ રહ્યો હોય છે. આ અભ્યાસનો ઉપયોગથી નવી શોધ કરી વિવિધ ઉપકરણોમાં કરવામાં આવે છે અને તેની પેટન્ટ પણ રજીસ્ટર કરાવવામાં આવેલી છે.

birds 1 1 પક્ષીઓના અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતા

માણસ, રોબોટ, મોટર કાર, ટ્રાફિક/ વાહન વ્યવહાર, પોલીસ માટે ટોળાની/ ભીડની વર્તણૂકનો અભ્યાસ જેવા વિવિધ વિષયોમાં આ અભ્યાસની ઉપરથી ઉપકરણો વિકસાવી તેનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી જે તે જટિલ પ્રક્રિયા શિસ્તબદ્ધ રચના કરેલી હોય તે રીતે ચાલે. એકસાથે એક જગ્યાએ ઘણી બધી લિફ્ટ હોય ત્યારે ઉપર જવા માટે બટન દબાવો ત્યારે એક સાથે બધી લિફ્ટ નીચે નથી આવી જતી અને નજીકની એકજ લિફ્ટ આવે છે તે બધી લિફ્ટ વચ્ચે પ્રોગ્રામ ડિઝાઇન કરે છે તે એક Swarm ઇન્ટેલીજન્સ પ્રમાણે સેટ કરેલું હોય છે. અભ્યાસ સતત ચાલતા રહે છે અને નવી નવી જાણકારી અને તેઓ આધારિત શોધ થતી રહે છે.

bird 1 પક્ષીઓના અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતા
આ જટિલ પ્રક્રિયાના અભ્યાસ માટે જે તે પક્ષી અને પ્રાણીની જટિલ પ્રક્રિયાને સમજી કોમ્પ્યુટર સિમ્યુલેશન/ કોમ્પ્યુટર અનુકરણ કરી પ્રયોગ કરવામાં આવે છે અને તેના આધારે નવી થિયરી શોધવામાં આવે છે. તેનો ઉપયોગ આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ (AI) ના રૂપમાં સોફ્ટવેર તેમજ હાર્ડવેરમાં ખુબજ પ્રમાણમાં થઇ રહ્યો છે. કુદરતની રચનાઓ કેટકેટલું શીખવી જાય છે!
ઉદાહરણ રૂપ ગુગલ કંપનીની ઓટોમેટિક મોટર કાર. જાતે ચાલતી નિર્ધારિત માર્ગ ઉપર જય શકે અને જો ઓચિંતો પ્રશ્ન ઉભો થાય તો અથડાય નહીં.

The Intersection Between Swarm Intelligence and Robots | by Samhita  Pokkunuri | Medium

કુદરતની ખુબજ બારીક અને અકલ્પનિય રચનાઓ એવી રીતે રચાયેલી છે કે એક રચના બનાવતાં કુદરતે બીજા નવા પ્રશ્નો ઉભા નથી કર્યાં. માનવી એક શોધ કરે અને તે શોધના લીધે બીજા અને નવા પ્રશ્નો ઉભા કરે છે તે બહુ સામાન્ય અનુભવ છે. તે કારણે આજે સર્વત્ર કુદરતમાં પર્યાવરણના પ્રશ્નો બહુ ગંભીર બની બધા જીવ અને માનવજીવનના અસ્તિત્વ માટે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે, ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ જે આજે એક ગ્લોબલ વોર્નિંગ બની ગયેલ છે.

(વિડિઓ અને ફોટોગ્રાફ્સ: સોશ્યિલ મીડિયા).

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ, સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve