Interesting/ કારમાં બેસી એટલી ચીયર લીડર્સ કે બની ગયો મોટો રેકોર્ડ, Video

એક નાની કારમાં 20 ચીયર લીડર્સ પ્રવેશ કરે છે, હવે તમે કલ્પના કરો કે તેમને કારમાં ક્યાં એડજસ્ટ કરવામાં આવી હશે? જો કે સૌથી મહત્વની બાબત એ છે કે, ‘કાર પણ એસયુવી નહોતી.

Ajab Gajab News
કારમાં ચીયર લીડર્સ

જો આપણે કારમાં લોકોનાં બેસવાની વાત કરીએ, તો વધુમાં વધુ 5 કે 6 લોકો કારમાં બેસી શકે છે, પરંતુ જો રેકોર્ડ બનાવવાની વાત હોય તો? તેના માટે લોકો શું કરી જતા હોય છે. જી હા, તાજેતરમાં કેટલીક ચીયર લીડર્સે એકસાથે કારમાં પ્રવેશ કરીને અનોખો જ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 5-7 નહીં પરંતુ 20 ચીયર લીડર્સ આ રેકોર્ડ બનાવવા માટે કારમાં પ્રવેશી હતી.

કારમાં ચીયર લીડર્સ

આ પણ વાંચો – OMG! / આ વ્યક્તિએ લઘુશંકા કરતી વખતે ભૂલથી ખિસ્સામાં રાખેલી બંદૂકનું ટ્રીગર દબાવી દીધુ, જાણો શું થયું પછી

જો કે આ સાંભળી કોઇ પણ કહેશે કે આ Fake News છે પણ અમે તમને જણાવી રહ્યા છીએ કે આ સાચી ઘટના છે. એક કાર ઘણી નાની હતી તેમ છતા તેમાં 20 ચીયર લીડર્સ દાખલ થઇ ગઇ હતી, હવે તમે કલ્પના કરો કે તેમને કારમાં ક્યાં એડજસ્ટ કરવામાં આવી હશે? જો કે સૌથી મહત્વની બાબત એ છે કે, ‘કાર પણ કોઇ મોટી એસયુવી કાર નહોતી, તે એક નાની સ્માર્ટ કાર હતી, જેમાં માત્ર 4 લોકો બેસી શકે છે.’ જો કે, આ ચીયર લીડર્સ કારમાં કેવી રીતે પ્રવેશી તેનો વીડિયો પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જે તમે અહીં જોઈ શકો છો. જો કે, આ વીડિયોમાં તે સ્પષ્ટ રીતે દેખાય છે કે આ રેકોર્ડ કેવી રીતે બનાવવામાં આવ્યો છે.

કારમાં ચીયર લીડર્સ

આ પણ વાંચો – વરસાદ / જળમગ્ન બન્યુ બેંગલુરુનું AirPort, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

પ્રાપ્ત માહિતી હેઠળ, આ રેકોર્ડ અમેરિકાની Glendale Cheerleaders Team દ્વારા બનાવવામાં આવ્યો હતો. હાલમાં, આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ચીયર લીડર્સને ડિગ્ગીથી ડેશબોર્ડ સુધી દરેક જગ્યાએ એડજસ્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ આ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. આ રેકોર્ડ ખરેખર ચોંકાવનારો છે અને જે લોકો આ વીડિયો જોઈ રહ્યા છે તેમના હોશ ઉડી ગયા છે. આ વીડિયો જોયા બાદ લોકો પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.