model/ મોડલની હોટનેસને કારણે નથી મળી રહી જોબ, જાણો કારણ

મોડલે કહ્યું છે કે ઘણી વખત લોકોએ તેને અલગ-અલગ પ્રકારના ડ્રેસ પહેરવા માટે ધમકી આપી છે. જુજુ આગળ કહે છે કે ‘હોટ હોવાને કારણે મેં ઘણા પક્ષપાતનો સામનો કર્યો…

Ajab Gajab News Trending
મોડલની હોટનેસ

મોડલની હોટનેસ: છોકરીઓની સુંદરતા અને હોટનેસ જોઈને સારા-સારા લોકો દિવાના થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સુંદરતા અને હોટનેસ કોઈને માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. આવું જ કંઈક લંડનમાં રહેતી એક મોડલ સાથે થયું. તેની સુંદરતાના કારણે તેને નોકરી નથી મળી રહી, જેના કારણે તે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહી છે. મોડલની સુંદરતા અને હોટનેસ તેના માટે ભેદભાવનું કારણ બની રહી છે. મોડલના સારા દેખાવને કારણે લોકો તેની સાથે ભેદભાવ કરવા લાગ્યા છે. મોડલ કહે છે કે તેણે સુંદર હોવાની કિંમત ચૂકવવી પડે છે. તમને જણાવી દઈએ કે આ મોડલ સોશિયલ મીડિયા પર જુજુ બ્રાઝિલના નામથી જાણીતી છે.

મોડલના કહેવા પ્રમાણે ટીવી સિરિયલમાં કામ કરવાનું તેનું સપનું હતું. પરંતુ તેના દેખાવના કારણે તેને કામ નથી મળી રહ્યું. મોડલે કહ્યું કે તેને કહેવામાં આવ્યું છે કે લોકો તેને રિયાલિટી શોમાં જોવા નથી માંગતા. ‘ડેઈલી સ્ટાર’ના રિપોર્ટ અનુસાર મોડલે કહ્યું છે કે ઘણી વખત લોકોએ તેને અલગ-અલગ પ્રકારના ડ્રેસ પહેરવા માટે ધમકી આપી છે. જુજુ આગળ કહે છે કે ‘હોટ હોવાને કારણે મેં ઘણા પક્ષપાતનો સામનો કર્યો છે.’

આ સિવાય જુજુ બ્રાઝિલે કહ્યું કે તે હકીકત છે કે તેની સુંદરતાના કારણે તે એક મોડલ બની અને તેણે ઈન્સ્ટાગ્રામ પર 62 હજારથી વધુ ફોલોઅર્સ મેળવવામાં મદદ મળી. પરંતુ તેને કામ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોડલ કહે છે કે ઈન્ટરવ્યુના સમયે લોકો મારી હોટનેસથી વિચલિત થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ પહેલા વેરોનિકા રાજેક નામની એક મોડલે પણ આવી જ સમસ્યાની ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: બિહાર/ ડીએમ ઇનાયત ખાને શિવલિંગ પર કર્યો જળાભિષેક, દેશભરમાં તેમની થઇ રહી છે પ્રશંસા