Not Set/ કમેન્ટ વાંચી દુઃખી થઈને કરવા જઈ રહી હતી લાઇવ આત્મહત્યા, બચાવી લીધી પોલીસે

આજકાલ ટીનેજરથી લઈને દરેક ઉંમરના લોકોને સોશ્યલ મીડિયાનું ઘેલું લાગ્યું છે. અવારનવાર સોશ્યલ મીડિયા પર ફોટા પોસ્ટ કરતા રહેતા હોય છે અને કમેન્ટની રાહ જોતા હોય છે. યુએઈમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે વાંચીને તમને આશ્ચર્ય થશે. ૨૦ વર્ષીય મહિલા જે મૂળ ભારતીય છે તેણે  પોતાનો ફોટો સોશ્યલ મીડયા પર પોસ્ટ કર્યો […]

World Trending
istock 820379104 કમેન્ટ વાંચી દુઃખી થઈને કરવા જઈ રહી હતી લાઇવ આત્મહત્યા, બચાવી લીધી પોલીસે

આજકાલ ટીનેજરથી લઈને દરેક ઉંમરના લોકોને સોશ્યલ મીડિયાનું ઘેલું લાગ્યું છે. અવારનવાર સોશ્યલ મીડિયા પર ફોટા પોસ્ટ કરતા રહેતા હોય છે અને કમેન્ટની રાહ જોતા હોય છે.

યુએઈમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે વાંચીને તમને આશ્ચર્ય થશે. ૨૦ વર્ષીય મહિલા જે મૂળ ભારતીય છે તેણે  પોતાનો ફોટો સોશ્યલ મીડયા પર પોસ્ટ કર્યો હતો જેની લોકોએ મજાક ઉડાવી હતી. આ મજાકને લીધે તે દુઃખી થઇ ગઈ હતી અને આત્મહત્યા કરવાનું વિચારી લીધું. તે લાઇવ ટેલીકાસ્ટ કરીને આત્મહત્યા કરવા જઈ રહી હતી પરંતુ પોલીસે સમય પર આવીને તેને બચાવી લીધી હતી.

ખલીજ ટાઈમ્સના રીપોર્ટ પ્રમાણે દુબઈની પોલીસને મેસેજ મળ્યો હતો કે શુક્રવારે અડધી રાત્રે એક છોકરી આત્મહત્યા કરશે અને તેનો લાઇવ વિડીયો બનાવશે.

આ છોકરી સોશ્યલ મીડિયા પર ટ્રોલ અને સાઈબર બુલીંગનો શિકાર થયા બાદ ઘણી નિરાશામાં હતી જેને લીધે તેણે આત્મહત્યા કરવાનું વિચારી લીધું હતું. પોલીસ જ્યારે આ છોકરીના રુમ પર પહોચી ત્યારે તે તેના જીવનને પૂરું કરવાની તૈયારી કરી રહી હતી. પોલીસે તેને શાંત કરી હતી.

આ છોકરીને મનોવૈજ્ઞાનિકની મદદ આપવામાં આવી અને ડીપ્રેશનમાંથી બહાર લાવવા માટે કાઉન્સિલિંગની સુવિધા પણ આપવામાં આવી.