Not Set/ Gujarat માં વરસાદનું જોર ઘટયું: રવિવારે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાશે

અમદાવાદ: બંગાળની ખાડીના ઉત્તર તરફના વિસ્તારમાં આગામી તા.26ને રવિવારે નવું લો-પ્રેશર સર્જાય તેવી પ્રબળ સંભાવના ઉભી થઈ છે. જો આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તીત થઈને Gujarat તરફ ગતિ કરે તો મંગળવાર આસપાસ વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના ઉભી થઈ છે. બંગાળની ખાડીના ઉત્તર તરફના વિસ્તારમાં લો-પ્રેશર ઉદભવ્યા બાદ તેની તીવ્રતા અને તેનો વ્યાપ કેટલો છે? […]

Ahmedabad Top Stories Gujarat India Trending
Rainfall in Gujarat decreases: On Sunday, new low-pressure will be created in the Bay of Bengal

અમદાવાદ: બંગાળની ખાડીના ઉત્તર તરફના વિસ્તારમાં આગામી તા.26ને રવિવારે નવું લો-પ્રેશર સર્જાય તેવી પ્રબળ સંભાવના ઉભી થઈ છે. જો આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તીત થઈને Gujarat તરફ ગતિ કરે તો મંગળવાર આસપાસ વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના ઉભી થઈ છે.

બંગાળની ખાડીના ઉત્તર તરફના વિસ્તારમાં લો-પ્રેશર ઉદભવ્યા બાદ તેની તીવ્રતા અને તેનો વ્યાપ કેટલો છે? તેના આધારે સોમવાર આસપાસ ચિત્ર સ્પષ્ટ થશે.

હાલના સંજોગોમાં લક્ષદ્વીપ, રાજસ્થાન, તામિલનાડુ, આસામ, જમ્મુ-કશ્મીર, પશ્ચિમ બંગાળ અને બંગાળની ખાડીમાં એમ અલગ-અલગ 6 થી 7 જેટલા સાયકલોનિક સરકયુલેશન સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે.

ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો રાજ્યમાં વરસાદનું જોર છેલ્લા બે દિવસથી ઘટયું છે અને શુક્રવારે સવારે 8 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 32 મીમી નોંધાયો છે.

જયારે રાજ્યના 32 જિલ્લાના 131 તાલુકામાં છુટો છવાયો વરસાદ પડ્યો હોવાના વાવડ મળ્યા છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય ઝાપટાંઓ જ પડયા હોવાનું જાણવા મળ્યું છે.