Not Set/ #DelhiAssemblyElectionResult2020/ – વલણથી આપ નેતા ગેલમાં, શરુ કરી ઉજવણી, કહ્યું – “કેજરીને કોઇ પરાજીત કરી શકે નહીં”

જીત તરફ આગળ વધી રહેલ આમ આદમી પાર્ટી હાલ ગેલમાં જોવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીનાં પ્રદેશ મુખ્યાલયે દિલ્હી જીતની ખુશીમાં ઉજવણી પણ શરુ થઇ ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે AAPનાં નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, “દિલ્હીની જનતાએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના 2 કરોડ લોકોના પરિવારનો […]

Top Stories Gujarat Assembly Election 2022 India
dl1 #DelhiAssemblyElectionResult2020/ - વલણથી આપ નેતા ગેલમાં, શરુ કરી ઉજવણી, કહ્યું - "કેજરીને કોઇ પરાજીત કરી શકે નહીં"

જીત તરફ આગળ વધી રહેલ આમ આદમી પાર્ટી હાલ ગેલમાં જોવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીનાં પ્રદેશ મુખ્યાલયે દિલ્હી જીતની ખુશીમાં ઉજવણી પણ શરુ થઇ ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે AAPનાં નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, “દિલ્હીની જનતાએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના 2 કરોડ લોકોના પરિવારનો પુત્ર છે અને તેમને કોઈ પરાજિત કરી શકે નહીં.”

AAPનાં નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, “દિલ્હીની જનતાએ વધુંમાં કહ્યું હતું કે, અમિત શાહ અને આખા કેન્દ્રીય મંત્રીમંડળ, 300 સાંસદો, 5 મુખ્ય પ્રધાનો, અઢળક પૈસા, શક્તિ અને દ્વેષ લગાવી દીધી. પરંતુ દિલ્હીની જનતાએ તેમના દિકરાને મજબૂત બહુમતી આપી છે. સાથે સાથે દિલ્હીવાસીઓએ ભવિષ્યમાં કાર્ય અને મુદ્દાઓની રાજનીતિ જ ચાલશે તેવો આખા દેશને સંદેશ પણ આપ્યો છે. જેમણે સામાન્ય માણસની જરૂરિયાતોને પહોંચી વળવા તન, મન અને ધનથી કામ કર્યું, તે અરવિંદ કેજરીવાલનો આ વિજય છે.

આપને જણાવી દઇએ કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતોની ગણતરી ચાલી રહી છે. 70 બેઠકોના વલણમાં, આમ આદમી પાર્ટી મોટી જીત તરફ આગળ વધી રહી છે. 2015ની સરખામણીએ ભાજપને પણ વધારે ફાયદો થતો હોય તેવું લાગે છે, પરંતુ કોંગ્રેસે હજી સુધી પોતાનું ખાતું ખોલ્યું નથી.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી 56 બેઠકો પર આગળ હતી, જેમાં ભાજપ 12 બેઠકો પર આગળ જોવામાં આવી રહી છે. મત ટકાવારીમાં લગભગ 12% નો તફાવત છે. બેઠકોની સંખ્યાની વાત કરીએ તો અગાઉની વખતની તુલનામાં આમ આદમી પાર્ટીને થોડું નુકસાન થતું જોવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.