મૃતદેહ/ કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનો કારમાંથી મૃતદેહ મળી આવ્યો

અક્ષય થોડા દિવસ પહેલા જ અમેરિકામા પોતાનો ડોકટરીનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો. ત્યારે આજે કારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો

Gujarat
kuch કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનો કારમાંથી મૃતદેહ મળી આવ્યો

કચ્છના સાંસદ વિનોદ ચાવડાના 23 વર્ષીય ભાણેજ અક્ષય લોચાનો મૃતદેહ મળી આવ્યો છે, નખત્રાણાના કોટડા જડોદર ગામ પાસે વાડી વિસ્તારમાં ભાટનગર પાસેથી પોતાની હોન્ડા કારમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી .પોલીસને કારમાંથી એક રિવોલ્વર પણ મળી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે કાર્યવાહી હાથ ધરી છે.આ કેસ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ અક્ષય થોડા દિવસ પહેલા જ અમેરિકામાંમા પોતાનો ડોકટરીનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો. ત્યારે આજે અચાનક જ પોતાની હોન્ડા કારમાંથી લોહીલુહાણ હાલતમાં અક્ષયનો મૃતદેહ અને સાથે રિવોલ્વર પણ મળી આવતા મોતને લઈ સવાલ ઉઠ્યા છે. પોલીસે પ્રાથમિક તપાસમાં આ બનાવ આત્મહત્યા હોવાનું જણાવ્યું છે. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.હતભાગી નખત્રાણાના દેવપર યક્ષ ગામનો રહેવાસી છે.