અમદાવાદઃ અમદાવાદમાં નેશનલ ફાયર સર્વિસ સપ્તાહમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે ગર્વ લેવા જેવી ઘટના બની છે. નવરંગપુરા ફાયર સ્ટેશનને દેશના બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતમાંથી તમામ ફાયર બ્રિગેડ સ્ટેશનોએ નોમિનેશન કર્યુ હતુ. તેમા અમદાવાદના નવરંગપુરા ફાયર સ્ટેશને બાજી મારી હતી. પ્રિન્સિપાલ સેક્રેટરીએ મોમેન્ટ આપી ફાયર સ્ટેશનના વડાને સન્માનિત કર્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) માટે આ ગર્વ લેવા જેવી વાત છે.
આ પણ વાંચો:દેહદાન સ્વીકારવામાં આ શહેર ગુજરાતમાં મોખરે, જાણો વિગતે
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમી વધતાં હજારની નજીક પહોંચવા આવ્યા કેસો