Delhi News : આચારસંહિતા ફક્ત રાજકીય દળો અને નેતાઓ પર લાગૂ થાય છે. જો તમે પણ એવું વિચારો છો તો સાવધાન થઈ જજો. સામાન્ય લોકો પણ આચારસંહિતાનું ઉંલ્લંઘન કરે તો તેમને પણ જેલ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ કોઈ રાજકીય પાર્ટી કે પ્રચાર અભિયાન સાથે સંકળાયેલ હોય તો તો તેમણે નિયમોને લઈને જાગૃત રહેવું પડશે.
સૌથી અગત્યની વાત એ છે કે તમે કોઈ લગ્ન કે કોઈ ક્રાયક્રમ માટે કાર્ડ છપાવડાવ્યા હોય અને તેની પર કોઈ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન લગાવ્યું છે તો છૂંટણી આયોગ તમારી પાસે જવાબ માંગી શકે છે. તેના માટે તમારે દંડ પણ ભરવો પડી શકે છે. તમને જેલ પણ થઈ શકે છે. આ ખર્ચ પાર્ટીના ઉમેદવાર કે પાર્ટીના ખર્ચ સાથે જોડી શકાય તેમ છે.
આ પ્રકારે ગલી મહોલ્લામાં થતા કાર્યક્રમોમાં કોઈ પણ વ્યક્તિ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર ન કરી શકે. જો કોઈ નેતા નિયમોની વિરૂધ્ધ કામ કરવાનું કહે અને તમે તે કામ કરી આપો તો આચાર સંહિતાની જાણકારી નથી એવું કહીને છટકી ન શકો. તે સિવાય ચૂંટણી દરમિયાન ઈન્ટરનેટ મિડીયા પર પોસ્ટ કરતી વખતે સામાન્ય લોકોએ પણ સાવધાની રાખવી જોઈએ. પોતાના વિસ્તારમાં સાર્વજનિક ઉદ્ઘાટન અને શિલાન્યાસ કોઈ પણ નેતા કે પાર્ટી ના કાર્યકર્તા પાસે ન કરાવી શકાય.
કોઈ પણ વ્યક્તિ સરકારીન ઉપબલ્ધિઓ વાળી જાહેરાત, ઈલેકટ્રોનિક અને અન્ય મિડીયામાં ન આપી શકે. ધાર્મિક સ્થળોનુ ચૂંટણી પ્રચારના મંચ રૂપે પ્રયોગ ન કરી શકાય.
જાતિ અને સાંપ્રદાયિક ભાવનાઓને આધારે કોઈ અપીલ ન કરી શકાય. જો સમાજસેવી સંસ્થાઓ અને મંદિર કમિટીઓ એવું કરશે તો તેની પર કાર્યવાહી થઈ શકે છે. તેમની ઉપર કેસ દાખલ થઈ શકે છે.
આ પણ વાંચો:પહેલા તબક્કાના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ મેદાનમાં
આ પણ વાંચો:તિહાર જેલમાં કેજરીવાલને ઈન્સ્યુલીન ન મળવાનો આરોપ, LGએ 24 કલાકમાં રિપોર્ટ માંગ્યો