Not Set/ PNB ફ્રોડ ટ્રાન્જેકશનના મામલો, ગીતાંજલિ ગ્રુપના 6 રાજ્યોમાં ૨૦ સ્થળો પર દરોડા, 18 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ 11400 કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. આ ફોર્ડ ટ્રાન્જેકશનના મામલે ગુરુવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અરબપતિ જવેલરી ડીઝાઇનર નિરવ મોદી વિરુદ્ધ FIR નોધવામાં આવી હતી. અને નિરવ મોદી કેસમાં જોડાયેલ લગભગ એક ડઝન જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 5100 કરોડની સંપતિ પકડવામાં આવી છે. નિરવ મોદીના […]

Top Stories
nmraid 021618090734 PNB ફ્રોડ ટ્રાન્જેકશનના મામલો, ગીતાંજલિ ગ્રુપના 6 રાજ્યોમાં ૨૦ સ્થળો પર દરોડા, 18 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ 11400 કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. આ ફોર્ડ ટ્રાન્જેકશનના મામલે ગુરુવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અરબપતિ જવેલરી ડીઝાઇનર નિરવ મોદી વિરુદ્ધ FIR નોધવામાં આવી હતી. અને નિરવ મોદી કેસમાં જોડાયેલ લગભગ એક ડઝન જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 5100 કરોડની સંપતિ પકડવામાં આવી છે.

નિરવ મોદીના મુંબઈ સ્થિત શોરૂમ પર ગઈકાલથી દરોડા પડવાનું કામ ચાલી રહ્યું છે. હજુ પણ ત્યાં ઇડીના અધિકારીઓ હાજીર છે અને કાર્યવાહી કરી રહ્યા છે. નિરવ મોદી વિરુદ્ધ SBIએ લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. આ સિવાય મેહુલ ચોકસીના ગીતાંજલિ ગ્રુપના 6 રાજ્યોમાં ૨૦ સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

બેંકે કાર્યવાહી કરી તેમાં 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે. આ પછી સસ્પેન્ડ થયેલા કર્મચારીઓની સંખ્યામાં વધારો થઈને 18 સુંધી પહોંચી ગઈ હતી.

આ 18 સસ્પેન્ડ કર્મચારીઓમાં જનરલ મેનેજર લેવલના અધિકારીઓ પણ સંડોવાયેલા છે. મેહુલ ચોક્સીના પાંચ રાજ્યોના છ શહેરોના વીસ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સુરત, મુંબઈ, પુણે, જયપુર, હૈદરાબાદ જેવાં શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે.

પંજાબ નેશનલ બેંકમાં કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદીએ પીએનબી દ્રારા સીબીઆઈમાં ફરિયાદ નોંધાવે તે પહેલા જ 1 જાન્યુઆરીએ દેશ છોડીને જતો રહ્યો હતો.

પંજાબ નેશનલ બેંકએ 29 જાન્યુઆરીએ તેના વિરૂદ્ધ 280 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ કરવામાં આવ્યો હતો. આમ નીરવ મોદી પણ લિકર કિંગ વિજય માલ્યાની જેમ દેશની તપાસ એજન્સીઓને થાપ આપવામાં સફળ રહ્યો છે.

પંજાબ નેશનલ બેંકએ 29 જાન્યુઆરીએ તેના વિરૂદ્ધ 280 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ કરવામાં આવ્યો હતો. આમ નીરવ મોદી પણ લિકર કિંગ વિજય માલ્યાની જેમ દેશની તપાસ એજન્સીઓને થાપ આપવામાં સફળ રહ્યો છે.