Loksabha Election 2024/ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વોટર યુવાનો માટે ચૂંટણી પંચે શરૂ કર્યું અભિયાન ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’

લોકસભા ચૂંટણીમાં પ્રથમ વોટરને પ્રોત્સાહિત કરવા ચૂંટણી પંચ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું. યુવાનો દેશનું ભવિષ્ય છે. આ યુવાનો જ તેમના ભવિષ્ય સાથે દેશના ભાવિનો ફેંસલો કરશે.

Top Stories India
YouTube Thumbnail 2024 03 06T155410.061 લોકસભા ચૂંટણીમાં પ્રથમ વોટર યુવાનો માટે ચૂંટણી પંચે શરૂ કર્યું અભિયાન 'મેરા પહેલા વોટ દેશ કે લિયે'

લોકસભા ચૂંટણીમાં પ્રથમ વોટરને પ્રોત્સાહિત કરવા ચૂંટણી પંચ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું. યુવાનો દેશનું ભવિષ્ય છે. આ યુવાનો જ તેમના ભવિષ્ય સાથે દેશના ભાવિનો ફેંસલો કરશે. આગામી સમયમાં દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક તહેવાર શરૂ થશે. લોકતાંત્રિક પ્રક્રિયામાં પ્રથમ વખત હિસ્સો બનનાર એવા પ્રથમ મતદાતાઓ ચૂંટણીમાં ઉત્સાહથી ભાગ લે માટે આ યોજના શરૂ કરવામાં આવી.

ચૂંટણી પંચ દ્વારા પ્રથમ મતદારોને જાગૃત કરવા અને પ્રોત્સાહિત કરવાના ઉદેશ્ય સાથે ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’અભિયાન શરૂ કર્યું. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તરફથી અભિયાન ચલાવવા ચૂંટણી પંચે સૂચના આપી. આ સાથે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર જાગૃતિ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવાનું સૂચન કર્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અભિયાનને લઈને વાત કરી કે વિદ્યાર્થીઓ મતદાનનું મહત્વ સમજે તેમજ વિકલ્પોની પસંદગી અંગે પણ જાગૃત બનાવવા આ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન વિદ્યાર્થીઓ માટે અંતર્ગત બ્લોગ લેખન, ચર્ચા, નિબંધ લેખન અને પ્રશ્નોત્તરી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ સાથે ચૂંટણી પ્રક્રિયા અંગે પણ જાગૃત કરાશે. વધુમાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે હુ તમામ વર્ગના લોકોને પોતપોતાની રીતે પ્રથમ મતદારોમાં આ સંદેશો ફેલાવવા અપીલ કરું છું. મને આશા છે કે તમામ લોકો અભિયાનમાં સહકાર આપશે અને લોકસભા ચૂંટણીમાં વધુને વધુ પ્રથમ વોટર ઉત્સાહથી ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. દેશના તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા પ્રચાર કરી રહ્યા છે. ભાજપ આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે વિરોધી કોંગ્રેસ પક્ષ ન્યાય યાત્રા કાઢી ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. એકબાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભાજપમાં સામેલ થઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં કોંગ્રેસમાં કોણ રહેશે તેને લઈને અનેક અફવાઓ અને અટકળોની મતદારો અને નિષ્ણાતોમાં ચર્ચા થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આંદોલન/ખેડૂતોની આજે દિલ્હી તરફ કૂચ,પોલીસ એલર્ટ મોડ પર

આ પણ વાંચો:હિમવર્ષા/હિમાચલમાં ભારે હિમવર્ષા, 17થી વધુ પર્યટકો ફસાયા બે મજૂરોના મોત

આ પણ વાંચો:સર્વે/આજે જો લોકસભાની ચૂંટણી થાય તો ભાજપને મળશે માત્ર આટલી બેઠકો! જાણો