Not Set/ IND v/s SA LIVE : દક્ષિણ આફ્રિકાને લાગ્યો પ્રથમ ઝટકો, અમલા ૧૦ રન બનાવી આઉટ

સેન્ચુરિયન, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની અંતિમ વન-ડે સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી આફ્રિકન ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઓપનર બેટ્સમેન હાશિમ અમલા માત્ર ૧૦ બનાવીને ઝડપી બોલર શાર્દુલ ઠાકુરનો પ્રથમ શિકાર બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ ૯ ઓવરમાં […]

Sports

સેન્ચુરિયન,

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની અંતિમ વન-ડે સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી આફ્રિકન ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઓપનર બેટ્સમેન હાશિમ અમલા માત્ર ૧૦ બનાવીને ઝડપી બોલર શાર્દુલ ઠાકુરનો પ્રથમ શિકાર બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ ૯ ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ ૩૬ બનાવી લીધા છે.

મહત્વનું છે કે, વિરાટ બ્રિગેડ ૬ વન-ડે મેચની સીરીઝમાં પહેલેથી ૪-૧ની અજેય લીડ ધરાવે છે, ત્યારે અંતિમ મેચમાં પણ ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં ૫-૧ની અજેય લીડ મેળવવાના ઈરાદા સાથે મેદાને ઉતરી છે. જયારે યજમાન ટીમ પહેલેથી જ સીરીઝ ગુમાવી ચુકી છે ત્યારે આ મેચમાં વિજય મેળવી શ્રેણીનો અંત વિજય સાથે સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.

બીજી બાજુ સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ્સ પાર્કનો રેકોર્ડ મહેમાન ટીમ માટે સારો રહ્યો છે. ૬ મેચની સીરીઝની બીજી વન-ડે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેદાન પર જ રમાઈ હતી જેમાં ભારતીય ટીમે ૯ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો.