Not Set/ અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ: વચેટીયો મિશેલ પાંચ દિવસ સીબીઆઈ કસ્ટડીમાં

ઇટાલીની કંપની અગસ્ટા વેસ્ટલેન્ડ સાથે વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલમાં થયેલા કથિત કૌભાંડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને બુધવારે પટિયાલા હાઉસ કોર્ટમાં પેશ કરવામાં આવ્યો હતો. કોર્ટે મિશેલને પાંચ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જણાવી દઈએ કે, મંગળવારે રાતે મિશેલને દુબઈથી ભારત લાવવામાં આવ્યો હતો. ભારતીય તપાસ એજન્સીઓ લાંબા સમયથી એને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ […]

Top Stories India
michel અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ: વચેટીયો મિશેલ પાંચ દિવસ સીબીઆઈ કસ્ટડીમાં

ઇટાલીની કંપની અગસ્ટા વેસ્ટલેન્ડ સાથે વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલમાં થયેલા કથિત કૌભાંડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને બુધવારે પટિયાલા હાઉસ કોર્ટમાં પેશ કરવામાં આવ્યો હતો. કોર્ટે મિશેલને પાંચ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

જણાવી દઈએ કે, મંગળવારે રાતે મિશેલને દુબઈથી ભારત લાવવામાં આવ્યો હતો. ભારતીય તપાસ એજન્સીઓ લાંબા સમયથી એને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ ઓપરેશન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના નેતૃત્વમાં ચલાવવામાં આવ્યું હતું.

કોર્ટમાં સીબીઆઈ તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ ડીપી સિંહ હાજર રહ્યા હતા. સીબીઆઈએ મિશેલની પોલીસ કસ્ટડીની માંગ કરી હતી. વળી, આરોપી મિશેલ તરફથી એલજો જોસેફ હાજર રહ્યા હતા. ડીપી સિંહે કોર્ટને કહ્યું કે, અમને મિશેલની કસ્ટડી જોઈએ છે, જેથી અમે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો વિષે પૂછપરછ કરી શકીએ.

આ મામલે ઘણા મોટા ખુલાસા થવાની સંભાવના છે. પૂછપરછમાં મિશેલ કેટલાક મોટા બ્યુરોક્રેટ્સના નામ જણાવી શકે છે, જેઓ કૌભાંડમાં સામેલ હતા.