Not Set/ આ કંપનીની પ્લાસ્ટિકની બોટલો વેચીને તમને મળશે ૧૫ રૂપિયા, જાણો કેવી રીતે

નવી દિલ્હી, દેશભરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા માટે રાજ્ય સરકારો દ્વારા અનેક કડક પગલા લેવામાં આવી રહ્યા છે. આ બાબતે ગુજરાતના અનેક શહેરોની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ પ્લાસ્ટિક પર બેન મુકવામાં આવ્યો છે. ત્યારે હવે પ્લાસ્ટિકના પ્રતિબંધ બાદ પ્લાસ્ટિક રીસાયકલની બાત આવકાર્ય છે અને આવી મોટી મોટી કંપનીઓ એ માટે આગળ આવી છે. પેપ્સીકો, કોકા […]

India Trending
0097831 pepsi cola bottle pet 500ml 550 આ કંપનીની પ્લાસ્ટિકની બોટલો વેચીને તમને મળશે ૧૫ રૂપિયા, જાણો કેવી રીતે

નવી દિલ્હી,

દેશભરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા માટે રાજ્ય સરકારો દ્વારા અનેક કડક પગલા લેવામાં આવી રહ્યા છે. આ બાબતે ગુજરાતના અનેક શહેરોની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ પ્લાસ્ટિક પર બેન મુકવામાં આવ્યો છે. ત્યારે હવે પ્લાસ્ટિકના પ્રતિબંધ બાદ પ્લાસ્ટિક રીસાયકલની બાત આવકાર્ય છે અને આવી મોટી મોટી કંપનીઓ એ માટે આગળ આવી છે.

પેપ્સીકો, કોકા કોલા અને બિસ્લેરી જેવી ટોપની કોલ્ડ ડ્રીંક્સ બ્રાન્ડ હવે પોતાની પ્લાસ્ટીકની બોટલો ગ્રાહકો પાસેથી પરત ખરીદી લેશે. કંપનીઓએ પોતાની પ્લાસ્ટિક બોટલો પર બાયબેક વેલ્યુ લખવાનું પણ શરૂ કરી દીધું છે.

aquafina આ કંપનીની પ્લાસ્ટિકની બોટલો વેચીને તમને મળશે ૧૫ રૂપિયા, જાણો કેવી રીતે

મહારાષ્ટ્રમાં વેચાનારી કોલ્ડ ડ્રીન્કસની બોટલો પરત ખરીદવાની વાત ખુદ કંપનીઓએ કરી છે. સરકારે કંપનીઓને પોતાની રીતે પરત કરવા સમયે બોટલની કિમત નક્કી કરવાની છૂટ આપી છે પણ વધુ પડતી કંપનીઓએ એક બોટલની કિમત  ૧૫ રુપિયા સુધી નક્કી કરી છે. તેમ છતાં ઇન્ડસ્ટ્રીના અમુક અધિકારીઓનું કહેવું છે કે, બાયબેક સિસ્ટમ ફૂલપ્રૂફ નથી અને આ કારણે ઘણી જટિલતા ઉભી થશે.

બિસ્લેરીના ચેરમેન રમેશ ચૌહાણએ કહ્યું હતું કે, ‘પ્લાસ્ટીકને રીસાયકલ કરવાની વ્યવસ્થા પહેલાથી જ છે. હવે અમને આપડે જરૂરત છે આને વધારે પ્રભાવી અને સંભવિત પક્ષો માટે લાભદાયી બનાવાની.’

પેપ્સીના પ્રવક્તાએ કહ્યું કે, “કંપનીએ પોતાની પ્લાસ્ટિક બોટલની રીસાયકલ વેલ્યુ ૧૫ રૂપિયા નક્કી કરી છે. મહારાષ્ટ્રમાં વેચાતી બોટલો પર આ બાયબેક વેલ્યુ લખવામાં આવી રહી છે. ઉપરાંત એમણે કહ્યું કે , ‘અમે જેમ પર્યાવરણ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ કંપની રીવર્સ વેન્ડીગ મશીનો સેટ કરશે, કલેક્શન પોઈન્ટ્સ બનાવશે. રાજ્યમાં બાયબેક પ્રોગ્રામને આગળ વધારવા માટે આ પ્રયત્ન કરવામાં આવશે અને વિસ્તારમાં ઘણી જગ્યાઓ પર બોટલોના કલેક્શન માટે સેન્ટર બનાવામાં આવશે”.