CM-PRO-SON-DEATH/ CM ભુપેન્દ્ર પટેલના PROના પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના PRO ઉદયભાઈ વૈષ્ણવના પુત્રની કારને કરજણના દેથાણ ગામ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા નિધન થયું છે.

Top Stories Gujarat
CM PRO Son Death CM ભુપેન્દ્ર પટેલના PROના પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પબ્લિક રિલેશન ઓફિસર  (PRO) ઉદયભાઈ વૈષ્ણવના પુત્રની CM-PRO-Son-Death કારને કરજણના દેથાણ ગામ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા નિધન થયું છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ પાસે નેશનલ હાઇવે પર CMના PROના પુત્રનું કાર અકસ્માતમાં થયું મોત થયું છે. અજાણ્યા વાહને ટક્કર મારતા CMના PROના પુત્રનું અકસ્માતમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગત મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યમંત્રી CM-PRO-Son-Death ભુપેન્દ્ર પટેલના PROના પુત્ર વશિષ્ઠ ઉદયભાઇ વૈષ્ણવ સહિત 3 યુવાનો ને નડ્યો કાર અકસ્માત, ભરૂચથી નોકરી પરથી ગાંધીનગર પરત ફરી રહ્યા હતા ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ પાસે હાઇવેની સાઈડ પર ઉભી રાખેલી કારને અજાણ્યા વાહન ચાલકે મારી ટક્કર, કાર ચાલક ત્રણ યુવાનોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

અકસ્માત માં CMના PROના પુત્ર વશિષ્ઠ ઉદયભાઇ વૈષ્ણવનું CM-PRO-Son-Death ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. અન્ય બે ઇજાગ્રસ્ત યુવકો હાલ સારવાર હેઠળ છે.  મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા ઉદય વૈષ્ણવ ના યુવાન પુત્રના આકસ્મિક નિધનથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શોક વ્યક્ત કર્યો હતો. પરિવાર સાથે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી વૈષ્ણવ પરિવાર ઘેરા શોકમાં છે.

કેવી રીતે સર્જાયો હતો અકસ્માત?
મીડિયા રિપોર્ટ મુજબ ગત મોડીરાતે CMOના PROના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવ સહિત 3 યુવક ભરૂચથી CM-PRO-Son-Death ગાંધીનગર જવા માટે કારમા નીકળ્યા હતા. આ દરમિયાન કાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ પાસે પહોંચતા ઉભી રાખી હતી. દરમિયાન પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને કારને અડફેટે લેતા વૈષ્ણવ સહિત 3 યુવકો ઝપેટમાં આવી ગયા હતા. જેમાં વૈષ્ણવનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

રાતે જ પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારને સોંપાયો
બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જાણ કરતા પોલીસ તેમજ એમ્બ્યુલન્સની ટીમ પણ પહોંચી ગઈ હતી. ત્યારબાદ વૈષ્ણવને અને બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૈષ્ણવના મૃત્યુની જાણ થતાં પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને બધા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. રાતે જ પોસ્ટમોર્ટમ કરીને ડોક્ટરોએ વૈષ્ણવ પરિવારને મૃતદેહ સોંપ્યો હતો.

આ પણ વાંચોઃ સીબીઆઈ-વાનખેડે/ સમીર વાનખેડેની બે દિવસમાં દસ કલાક પૂછપરછઃ આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે

આ પણ વાંચોઃ સીબીઆઈ-વાનખેડે/ સમીર વાનખેડેની બે દિવસમાં દસ કલાક પૂછપરછઃ આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે

આ પણ વાંચોઃ Hair Eating/તમારા બાળકને પણ વાળ ખાવાની ટેવ હોય તો આ કિસ્સો જરૂર વાંચજો

આ પણ વાંચોઃ ગુજરાત/18 વર્ષની દીકરીનું હડકવાથી મોત થયા બાદ પરિવારના 30 સભ્યો એક સાથે હડકવા વિરોધી રસી લેવા હોસ્પિટલે પહોંચ્યા