ગુજરાત/ 18 વર્ષની દીકરીનું હડકવાથી મોત થયા બાદ પરિવારના 30 સભ્યો એક સાથે હડકવા વિરોધી રસી લેવા હોસ્પિટલે પહોંચ્યા

18 વર્ષની જ્યોતિનું મોત થયું હોવાના કારણે ડોક્ટર દ્વારા જ્યોતિના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યોને હડકવા વિરોધી રસી લેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. તેથી આ દેવીપુજક પરિવારના 30 કરતાં વધારે સભ્યો હડકવા વિરોધી રસી લેવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા

Top Stories Gujarat Surat
Untitled 92 3 18 વર્ષની દીકરીનું હડકવાથી મોત થયા બાદ પરિવારના 30 સભ્યો એક સાથે હડકવા વિરોધી રસી લેવા હોસ્પિટલે પહોંચ્યા

@અમિત રૂપાપરા 

સુરતમાં રસ્તા પર રખડતા શ્વાનના ત્રાસના અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે વધુ એક યુવતીનું શ્વાન કરડવાથી હડકવાના કારણે મોત થયું છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા દેવીપૂજક પરિવારની 18 વર્ષની જ્યોતિ નામની દીકરીને 6 મહિના પહેલા શ્વાન કરડી ગયું હતું. ત્યારબાદ પરિવારના સભ્યો દ્વારા આ દીકરીની સારવાર કરાવવામાં આવી હતી પરંતુ સારવાર અધુરી હોવાના કારણે આ યુવતીને હડકવા થયો હતો અને હડકવાના કારણે 18 વર્ષની જ્યોતિનું મોત નીપજ્યું હતું.

18 વર્ષની જ્યોતિનું મોત થયું હોવાના કારણે ડોક્ટર દ્વારા જ્યોતિના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યોને હડકવા વિરોધી રસી લેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. તેથી આ દેવીપુજક પરિવારના 30 કરતાં વધારે સભ્યો હડકવા વિરોધી રસી લેવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને એક સાથે 30 જેટલા પરિવારના સભ્યો હડકવા વિરોધી રસી લેવા માટે પહોંચ્યા હોવાના કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં આવેલા એન્ટી રેબિઝ ક્લિનિકમાં લોકોની લાઈનો જોવા મળી હતી.

પરિવારના મોભી વિનોદભાઈ દેવીપુજક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેમની 18 વર્ષની દીકરી જ્યોતિને છ મહિના પહેલા શ્વાન કરડ્યું હોવાના કારણે તેમને નજીકના સારવાર કેન્દ્રમાં હડકવા વિરોધી રસી મુકાવી હતી પરંતુ છેલ્લા બે ઇન્જેક્શન મુકાવ્યા ન હતા. તેથી તેમની દીકરીને હડકવા થયો અને ત્યારબાદ તેઓ દીકરીને માતાજીના ભુવા પાસે પણ લઈ ગયા હતા પરંતુ તેમને પણ કહ્યું કે હવે આ દીકરી બચી શકે તેમ નથી. તેથી વિનોદભાઈ દેવીપૂજક દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈપણને શ્વાન કરડે તો ધાર્મિક આસ્થાની સાથે સાથે જરૂરી હડકવા વિરોધી રસીના ડોઝ પણ મુકાવવા જોઈએ. જેથી તેમના પરિવારમાં જે ઘટના બની છે તેવી ઘટના અન્ય પરિવારના લોકો સાથે ન બને.

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત

આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત

આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ