WFI Row/ બ્રિજભૂષણ વિવાદ,ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા સચિન પાયલટ

WFI ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ કરી રહેલા કુસ્તીબાજો હવે તેમના વિરોધને ‘રાષ્ટ્રીય સ્તર’ પર લઈ જવા માટે રામલીલા મેદાનમાં જવા વિશે મોટું વિચારી રહ્યા છે.

Top Stories India
બ્રિજભૂષણ

રાજધાની દિલ્હીથી આવી રહેલા મોટા સમાચાર મુજબ કોંગ્રેસ નેતા સચિન પાયલટ પણ જંતર-મંતર પર છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા કુસ્તીબાજોના પ્રદર્શનને સમર્થન આપવા માટે ત્યાં પહોંચ્યા છે. જો કે આ પહેલા મંગળવારે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર રાવ પણ કુસ્તીબાજોને મળવા પહોંચ્યા હતા.

જણાવી દઈએ કે, WFI ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ કરી રહેલા કુસ્તીબાજો હવે તેમના વિરોધને ‘રાષ્ટ્રીય સ્તર’ પર લઈ જવા માટે રામલીલા મેદાનમાં જવા વિશે મોટું વિચારી રહ્યા છે. જણાવી દઈએ કે, બ્રિજભૂષણ પર એક સગીર સહિત સાત મહિલા કુસ્તીબાજોના યૌન શોષણનો આરોપ છે.

જણાવી દઈએ કે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલર છેલ્લા 24 દિવસથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા રચવામાં આવેલી એડ-હોક સમિતિએ WFI અધિકારીઓ પાસેથી રાષ્ટ્રીય મહાસંઘનો હવાલો લઈ લીધો છે, ત્યારે કુસ્તીબાજો હજુ પણ બ્રિજ ભૂષણની ધરપકડની તેમની માંગ પર અડગ છે.

આ પણ વાંચો:જ્યાં પડ્યો હતો પહેલો પરમાણુ બોમ્બ, જાપનાના એ જ શહેરમાં 66 વર્ષ પછી ભારતીય પીએમનો પ્રવાસ: જાણો શા માટે તે ખાસ છે

આ પણ વાંચો:19 મે 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોત પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, કહ્યું- આ જગ્યા પર મોકલવાનો કરો વિચાર

આ પણ વાંચો:શ્રીનગરની G-20 બેઠકમાં વિક્ષેપ પાડવાનો પાકિસ્તાનનો પ્લાન, કરી રહ્યું છે આ રીતે તૈયારીઓ