રાજધાની દિલ્હીમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. દક્ષિણ દિલ્હીના સત્યનિકેતનમાં એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. સમાચાર અનુસાર, બિલ્ડિંગમાં પાંચ મજૂરો ફસાયા હોવાની આશંકા છે. ત્રણ માળની ઈમારત ધરાશાયી થયા બાદ બચાવ અને રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. છ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે છે.
આ બિલ્ડીંગ છેલ્લા કેટલાક મહિનાઓથી બનાવવામાં આવી રહી હતી અને તેને પીજી તરીકે તૈયાર કરવામાં આવી રહી હતી. NDRF અને સ્થાનિક પ્રશાસનને ઘટનાસ્થળે બોલાવવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે દિલ્હી પોલીસને ફોન કર્યા બાદ ટીમ મોડી પહોંચી હતી, જ્યારે પોલીસનું કહેવું છે કે કોલ મળતા જ તે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
Delhi | A call about the collapse of an under-construction building in the Satya Niketan area has been received. 6 fire tenders rushed to the spot. 5 labours feared to be trapped; rescue operation underway: Delhi Fire Service pic.twitter.com/lZ3XgFTl7G
— ANI (@ANI) April 25, 2022
આ પણ વાંચો:હિંદુ સંગઠનોની અપીલ – મુસ્લિમો પાસેથી ન ખરીદો સોનું, નહીં તો…

