Cyberfraud/ મહેસાણામાં પાર્સલ આવ્યું કહી વેપારીના ખાતામાંથી પાંચ લાખથી વધુની ઉઠાંતરી

મહેસાણામાં પાર્સલ આવ્યું કહીને વેપારીના ખાતામાંથી પાંચ લાખથી વધુ રકમની ઓનલાઇન છેતરપિંડી થઈ છે. બીજા શબ્દોમાં તેને સાઇબર ક્રાઇમ જ કહી શકાય.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2 મહેસાણામાં પાર્સલ આવ્યું કહી વેપારીના ખાતામાંથી પાંચ લાખથી વધુની ઉઠાંતરી

મહેસાણાઃ મહેસાણામાં પાર્સલ આવ્યું કહીને વેપારીના ખાતામાંથી પાંચ લાખથી વધુ રકમની ઓનલાઇન છેતરપિંડી થઈ છે. બીજા શબ્દોમાં તેને સાઇબર ક્રાઇમ જ કહી શકાય. મહેસાણાના વેપારીને કોલ આવ્યો હતો કે તેમના નામનું પાર્સલ આવ્યું છે તમે ઓટીપી આપજો, વેપારીને તરત જ આ કોલ અંગે શંકા ગઈ હતી, તેથી તેણે ફોન કરનારને ઓટીપી આપ્યો ન હતો. આમ છતાં તેના ખાતામાંથી પાંચ લાખ રૂપિયા કરતાં વધારે રકમ ઉપડી ગઈ હતી. વેપારીએ આ અંગે મહેસાણા પોલીસમાં ફરિયાદ લખાવી છે અને મહેસાણા સાઇબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આમ ઓનલાઇન ઠગાઈના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

મહેસાણાના જીગરકુમાર પટેલ નામના એક વેપારીનું ખાતુ શહેરની બંધન બેન્કમાં હતુ. જીગર પટેલને એક અજાણ્યો ફોન આવ્યો હતો અને તેમા કહેવામાં આવ્યું હતું કે તમારું પાર્સલ આવ્યું છે, આ પાર્સલ મેળવવાનો ઓટીપી તમારા ફોનમાં આવ્યો છે, તમે તે આપો. પણ વેપારીએ ફોન કોલ ગણકાર્યો ન હતો અને ઓટીપી આપ્યો ન હતો. હવે ઓટીપી આપ્યો ન હોવા છતાં પણ વેપારીના બંધન બેન્કના ખાતામાંથી 5.75 લાખની રકમ ઉપડી ગઈ હતી. આ રકમ ઉપડી ગયાનો સંદેશો આવતા વેપારી ચોંકી ઉઠ્યો હતો. કોઈ ફક્ત એક ફોન કોલથી આટલી મોટી રકમ કઈ રીતે ઉપાડી શકે તે અંગે હજી સુધી માહિતી મળી નથી.

પોલીસ આ અંગે બંધન બેન્કના મેનેજર સહિત કર્મચારીઓની પણ પૂછપરછ કરે તેમ માનવામાં આવે છે. વેપારી જિગર પટેલને પણ આશ્ચર્ય થયું છે કે એક નનામા ફોન કોલથી આ રીતે ખાતામાંથી રકમ કઈ રીતે જતી રહે. આના પગલે બંધન બેન્કની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે. બંધન બેન્કમાં ખાતામાં મૂકાયેલી રકમ સલામત નથી તેવો સંદેશો પણ લોકોને ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારની નાની બેન્કોની ખાતાકીય કામગીરી મોટી બેન્કો જેટલી સલામત નથી. આ બેન્કો ખાતા તો ખોલાવી લે છે, પણ ખાતેદારને ખાતાકીય સુરક્ષા પૂરા પાડવામાં નિષ્ફળ જાય છે. રિઝર્વ બેન્કે પણ આ રીતે ખાતેદારને નાણાકીય સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ જતી બેન્કો અંગે વિચારવું જોઈએ.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ