Covid-19/ ગુજરાતમાં ઘટતા કોરોનાના કહેર વચ્ચે, CMOનાં વધુ નવ કર્મીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

ગુજરાતમાં ઘટતા કોરોનાના કહેર વચ્ચે, CMOનાં વધુ નવ કર્મીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

Top Stories Gujarat
ss1 ગુજરાતમાં ઘટતા કોરોનાના કહેર વચ્ચે, CMOનાં વધુ નવ કર્મીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

ગુજરાત રાજ્ય અને દેશમાં સતત કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય અને દેશના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દેશ અને રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે વધુ નવ કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત રોજ 11 કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જે સાથે સ્વર્ણિમ સંકુલ માં કુલ 20 કર્મચારીઓ કોરોના સંક્રમિત બન્યા છે.

Gandhinagar / સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનું સંક્રમણ આટલા કર્મચારીઓ થયાં સંક્રમિત 

સ્વર્ણિમ સંકુલ-1માં CMO આવેલું છે. રાજ્યના ચૂંટાયેલા મંત્રી મંડળના સભ્યો અહીં જ બેસે છે. આજે વધુ 9 કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર સંકુલમાં સન્નાટો વ્યાપી  ગયો છે.  કોરોનાગ્રસ્ત કર્મચારીઓને હોમ આઇસોલેટ કરાયા છે.
વધુ કેટલાંક કર્મચારીઓનાં ટેસ્ટ થાય છે. જેમાંથી હજી 10 કર્મચારીઓનાં ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી  છે.

૨૦ દર્દી કોરોના સંક્રમિત મળી આવતા સ્વર્ણિમ સંકુલને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. અને આવતા મુલાકાતીઓ પર  નિયંત્રણ  રાખવામાં આવ્યા છે.

ગુજરાત મા બોગસ ડિગ્રી અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ક્યાંય આ પ્રકારનું કામ ચાલતુ નથી. અને આ કેસમાં હજુ તપાસ ચાલુ છે . જો ગુનેગાર જણાશે તો સખતમાં સખત પગલા લેવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…