તમિલનાડુ/ હું ખ્રિસ્તી છું, હું માત્ર ભગવાનને જ સલામી આપીશ રાષ્ટ્રધ્વજને નહી,શાળામાં તિરંગો ફરકાવવાનો કર્યો હતો ઇનકાર

તમિલનાડુની એક સરકારી શાળાના આચાર્યએ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે દેશના રાષ્ટ્રધ્વજને ‘સલામી’ કરવાનો અને ફરકાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો

Top Stories India
4 23 હું ખ્રિસ્તી છું, હું માત્ર ભગવાનને જ સલામી આપીશ રાષ્ટ્રધ્વજને નહી,શાળામાં તિરંગો ફરકાવવાનો કર્યો હતો ઇનકાર

તમિલનાડુની એક સરકારી શાળાના આચાર્યએ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે દેશના રાષ્ટ્રધ્વજને ‘સલામી’ કરવાનો અને ફરકાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આચાર્ય તમિલસેલ્વી, જેઓ આ વર્ષે નિવૃત્ત થવા જઈ રહ્યા છે, તેમણે ધ્વજ ફરકાવવાનો ઇનકાર કરતા કહ્યું કે તેમની ધાર્મિક માન્યતાઓ તેને મંજૂરી આપતી નથી. જે બાદ મદદનીશ મુખ્ય શિક્ષકે શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

પ્રિન્સિપાલ તમિલસેલ્વીએ કહ્યું કે હું યાકોબા ખ્રિસ્તી છું અને તેથી તે આવું કરી શકતી નથી. તેમણે કહ્યું કે તેમનો ઈરાદો રાષ્ટ્રધ્વજને કોઈ નુકસાન કે અનાદર કરવાનો ન હતો, અમે માત્ર ભગવાનને સલામ કરીએ છીએ અન્ય કોઈને નહીં. અમે ધ્વજનું સન્માન કરીએ છીએ પરંતુ અમે ફક્ત ભગવાનને સલામ કરીશું.

આ મામલો વિવાદોમાં આવ્યા પછી, તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલાની ફરિયાદ ધર્મપુરીના મુખ્ય શિક્ષણ અધિકારી (CEO) સુધી પહોંચી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, મુખ્ય શિક્ષિકાએ અગાઉ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે રજા લીધી હતી અને છેલ્લા ઘણા સમયથી તે બીમાર હોવાનું કહીને 15 ઓગસ્ટે આવી રજા લઈ રહી છે.