સુરત RTO/ સુરત RTO પણ સુરતીલાલા જેવું ધરખમઃ રાજ્યના બીજા કોઈપણ RTO કરતાં વધુ કમાણી

સુરત આરટીઓએ 2022માં 400 કરોડની આવક નોંધાવવામાં સફળતા મેળવી છે, આ આવક રાજ્યના કોઈપણ બીજા શહેરની આરટીઓ કચેરીની આવક કરતાં વધુ છે. આમ સુરતી લાલાઓનો મિજાજ સુરતના આરટીઓમાં પણ દેખાય છે. 

Top Stories Gujarat Surat
Surat RTO સુરત RTO પણ સુરતીલાલા જેવું ધરખમઃ રાજ્યના બીજા કોઈપણ RTO કરતાં વધુ કમાણી

સુરત:  ગુજરાતમાં આરટીઓની વાત આવે ત્યારે લોકો લમણે હાથ દેતા હોય છે. Surat RTO અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરોમાં આરટીઓમાં જઈને કામ કરવું એટલે દિવસ બગાડવો. પણ હવે સુરત આરટીઓની વાત આવે ત્યાં સ્થિતિ વિપરીત છે. સુરત આરટીઓ રાજ્યના બીજા શહેરોની તુલનાએ પ્રમાણમાં સારી સર્વિસ આપવામાં સફળ રહ્યુ છે. અમદાવાદ આરટીઓને હજી નવી કચેરીના ફાંફા છે ત્યારે સુરત આરટીઓએ 2022માં 400 કરોડની આવક નોંધાવવામાં સફળતા મેળવી છે, આ આવક રાજ્યના કોઈપણ બીજા શહેરની આરટીઓ કચેરીની આવક કરતાં વધુ છે. આમ સુરતી લાલાઓનો મિજાજ સુરતના આરટીઓમાં પણ દેખાય છે.

સુરત આરટીઓમાં ટેક્સ નંબર પસંદગી અને વાહનોના Surat RTO રજીસ્ટ્રેશનમાં સૌથી આગળ રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સુરત આરટીઓને 100 કરોડનો ફાયદો થયો છે. આમ તો ગુજરાતમાં ઘણી બધી આરટીઓ કચેરીઓ આવેલી છે, પણ સુરત શહેર ઔદ્યોગિક નગરી છે. સુરત શહેરનું આરટીઓ ગુજરાતમાં સૌથી ધનિક આરટીઓ કરી શકાય કારણ કે, ચાલુ વર્ષે 400 કરોડ રૂપિયાની આવક મેળવી અને સુરત આરટીઓ મોખરે રહી છે. ગત વર્ષની તુલનામાં 100 કરોડ વધુ આવક થઈ છે.

2022ની આવકનો આંકડો 400 કરોડને પાર

ગુજરાતના લોકો મોજીલા હોય છે અને પોતાના મોજશોખ માટે સૌથી વધુ રૂપિયા ખર્ચતા હોય છે અને તેમાં પણ વાહનો પાછળ જ્યારે સુરતનું આરટીઓ ગુજરાત ભરના આરટીઓમાં સૌથી ધનિક આરટીઓ તરીકે હવે બિરજુ પામવા જઈ રહ્યું છે. સુરત આરટીઓની છેલ્લા બે વર્ષની તુલના કરવામાં આવે તો 2021-22 અને 22-23ના નાણાકીય વર્ષના સુરત આરટીઓને આવક થઈ છે. 2021-22માં સુરત આરટીઓને કુલ આવક 500 કરોડ હતી. ત્યારે 2022ની આવકનો આંકડો 400 કરોડને પાર પહોંચ્યો છે.

2020-22માં 1,31,377 વાહનોના રજીસ્ટ્રેશન થયા

સુરત આરટીઓને ટેક્સની આવક સાથે નંબર પસંદગી Surat RTO અને વાહનોના રજીસ્ટ્રેશનની સૌથી મોટી આવક છે. 2020 -22ના સુરતમાં ટેક્સ પેટે 231 કરોડ પસંદગીના નંબર માટે 9.97 કરોડ અને 1,31,377 વાહન રજીસ્ટ્રેશન પામ્યા હતા. જ્યારે 2022થી 2020ની વાત કરવામાં આવે તો સુરત આરટીઓની આવક 400 કરોડ પહોંચી હતી. આની સાથે સાથે સુરત આરટીઓ ગુજરાતભરના આરટીઓમાં પ્રથમ ક્રમાંકે છે.

પસંદગીના નંબરમાં 12.97 કરોડ રૂપિયાની આવક

ઉલ્લેખનીય છે કે, ટેકની આવક અને 13 કરોડ, પસંદગીના Surat RTO નંબરમાં 12.97 કરોડ અને મહાન રજીસ્ટ્રેશનની સંખ્યા 1,85,171 પર પહોંચી છે. આમ સુરત આરટીઓ સતત આવકના મામલે સૌથી આગળ હોય તેવી વિગતો સામે આવી રહી છે. ત્યારે આ આરટીઓને સુરતનું સૌથી ધનિક આરટીઓ કહેવામાં કોઈ બે મત નથી.

 

આ પણ વાંચોઃ સ્ટેટ કેબિનેટ મીટિંગ/ આજની કેબિનેટ બેઠકમાં પીએમ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમની થશે સમીક્ષા

આ પણ વાંચોઃ પરિણામ/ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગયા વર્ષ કરતાં 13 ટકા ઓછું

આ પણ વાંચોઃ મુલાકાત/ PM મોદીએ કંબોડિયાના રાજા સાથે મુલાકાત કરી, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આપી ખાતરી આપી