Not Set/ વિશ્વમાં સૌથી મોટું ઉમિયા માતાજી મંદિરનું પીએમ મોદીએ કર્યું ભૂમિપૂજન

અમદાવાદ, વડાપ્રધાન જામનગર અને પછી અમદાવાદ પહોંચ્યા. જ્યાં શહેરના મુખ્ય રસ્તાઓ પર સ્વાગત દ્વારા સ્થાપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં બેઠક દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીઓ અંગેના ભાજપના નેતાઓ સાથે ચૂંટણી પ્રચારની સમીક્ષા કરશે. મેટ્રો પ્રોજેક્ટના ઉદ્ઘાટન પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત છે. અમદાવાદના વિષ્ણોદેવી સર્કલ નજીક પાટીદાર સમાજના ઉમિયાધામના ભૂમિપૂજન પછી, તેઓ […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 78 વિશ્વમાં સૌથી મોટું ઉમિયા માતાજી મંદિરનું પીએમ મોદીએ કર્યું ભૂમિપૂજન

અમદાવાદ,

વડાપ્રધાન જામનગર અને પછી અમદાવાદ પહોંચ્યા. જ્યાં શહેરના મુખ્ય રસ્તાઓ પર સ્વાગત દ્વારા સ્થાપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં બેઠક દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીઓ અંગેના ભાજપના નેતાઓ સાથે ચૂંટણી પ્રચારની સમીક્ષા કરશે. મેટ્રો પ્રોજેક્ટના ઉદ્ઘાટન પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત છે. અમદાવાદના વિષ્ણોદેવી સર્કલ નજીક પાટીદાર સમાજના ઉમિયાધામના ભૂમિપૂજન પછી, તેઓ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયાં છે. પીએમ મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન મહાશિવરાત્રીના પવિત્ર દિવસે જાસપુર ગામ પાસે થયુ હતું.

mantavya 81 વિશ્વમાં સૌથી મોટું ઉમિયા માતાજી મંદિરનું પીએમ મોદીએ કર્યું ભૂમિપૂજન

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ-દંતાલી, જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ઉપસ્થિત રહેશે. સાથે જ વિદેશથી NRI, અન્ય રાજ્યોમાંથી પણ પાટીદારો આવશે

મહોત્સવમાં પાંચ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યાંનું જણાવાઇ રહ્યું છે. 4,000 બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો છે અને 11,000 યજમાનોએ મા ઉમિયાનું પૂજન કર્યું હતું.

mantavya 80 વિશ્વમાં સૌથી મોટું ઉમિયા માતાજી મંદિરનું પીએમ મોદીએ કર્યું ભૂમિપૂજન

આ મહા ભૂમિપૂજન સ્થાને 41 ફૂટ ઊંચાઈની મા ઉમિયાની પ્રતિમા જોવા મળી છે. સાથોસાથ 51 ફૂટ ઊંચાઈના ત્રિશૂળનું પૂજન પણ કરવામાં આવ્યું છે.

mantavya 78 વિશ્વમાં સૌથી મોટું ઉમિયા માતાજી મંદિરનું પીએમ મોદીએ કર્યું ભૂમિપૂજન

ઉલ્લેખનીય છે કે, વિશ્વ ઉમિયા ધામ ખાતે 1 એડિશનલ ડિજી, 1 આઈજી, 12 એસપી, 40 ડીવાયએસપી, 125 પીઆઇ, 450 પીએસઆઇ, 3500 પો.કો. અને હે.કો. રહેશે તહેનાત રહેશે.

એટલું જ નહિ સીસીટીવી વાન, વોટર કેનન, ક્યુઆરટી, પીસીઆર વાન, હોક્સ્ક્વોડ, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ચેતક કમાન્ડો, વર્જ વાહન, એનએસજી ટિમ, એસઆરપી, સીઆરપીએફ તહેનાત રખાઈ છે. તો વિશ્વ ઉમિયાધામ ખાતે ભૂમિ પૂજન કાર્યક્રમ બહાર જ સુરક્ષાને ધ્યાને રાખી હેલિપેડ બનાવામાં આવ્યું છે.