Not Set/ સુપ્રીમ કોર્ટે CBI પાસે પુરાવા માંગ્યા,વધુ સુનાવણી આવતીકાલે થશે

નવી દિલ્હી, શારદા ચીટફંડ મામલે સીબાઇઆઇના અધિકારીઓની ધરપકડ બાદ મમતા બેનર્જીએ મોડી રાત્રે ધરણા કર્યા. જે હજી પણ યથાવત્ રહ્યા છે,  CBIએ મમતા બેનરજી અને રાજીવ કુમાર મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. આ અરજી પર સુનાવણી સુપ્રીમ કોર્ટે આવતી કાલ પર ટાળી છે. CBI તરફથી એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ રંજન […]

Top Stories India
mantavya 54 સુપ્રીમ કોર્ટે CBI પાસે પુરાવા માંગ્યા,વધુ સુનાવણી આવતીકાલે થશે

નવી દિલ્હી,

શારદા ચીટફંડ મામલે સીબાઇઆઇના અધિકારીઓની ધરપકડ બાદ મમતા બેનર્જીએ મોડી રાત્રે ધરણા કર્યા. જે હજી પણ યથાવત્ રહ્યા છે,  CBIએ મમતા બેનરજી અને રાજીવ કુમાર મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

આ અરજી પર સુનાવણી સુપ્રીમ કોર્ટે આવતી કાલ પર ટાળી છે. CBI તરફથી એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની કોર્ટમાં દલીલ રજુ કરી.

તુષાર મહેતાએ આ દરમિયાન કહ્યું કે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને ચાર વાર સમન જારી કરાયા હતાં. આ અંગે ડીજીપીને પણ જણાવવામાં આવ્યું હતું. રાજીવ કુમાર તરત સરન્ડર કરે જેથી કરીને પુરાવા નષ્ટ ન થઈ શકે.

સીબીઆઈની અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈએ કહ્યું કે, જો કોલકાતા પોલીસ કમિશ્નર આ કેસમાં પુરવાનો નાશ કરવાનું વિચારે છે તો આ વાત અમારા ધ્યાનમાં મૂકો. અમે તેમની સામે એવી આકરી કાર્યવાહી કરીશું કે તેઓ ભવિષ્યમાં યાદ રાખશે.

રવિવારે લગભગ 6 વાગ્યા સાંજથી જ પોલીસ અને સીબીઆઈ વચ્ચે હાઇપ્રોફાઇલ ડ્રામા ચાલી રહ્યો છો. મમતા બેનરજી ધરણા પર બેસી જતાં જ આ મામલે દેશની રાજનીતિમાં ઉથલ-પાથલ મચી ગઈ છે.

TDPના સાંસદ પણ કરશે પ્રદર્શન

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તેમના બધા સાંસદોને આદેશ આપ્યો છે કે તે સંસદની બહાર અને અંદર આ મુદ્દા પર પ્રદર્શન કરો. તેમણે રાહુલ ગાંધી, એચડી દેવગૌડા, અરવિંદ કેજરીવાલ સહિત વિરોધ પક્ષના અન્ય નેતાઓ સાથે વાત કરી. નાયડુ આજે રાજધાની દિલ્હી પણ આવશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી આવે પછી વિપક્ષના નેતાઓ આગળની વ્યૂહરચના પર કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં બહુચર્ચિત શારદા ચિટફંડ ગોટાળાની તપાસ માટે સીબાઆઇની ટીમ ગઇ હતી. આ દરમિયાન સીપીના ઘરની બહાર હાજર બન્ને ડીસીપીએ સીબાઆઇ પાસે વોરંટ માગ્યું હતું. જ્યાં સીબીઆઇની ટીમ અને બંગાળની પોલીસ વચ્ચે તકરાર થતાં સીબીઆઇની ટીમની ધરપકડ કરવામાં આવી હતી.ત્યાર બાદ તમને છોડી દેવામાં આવ્યા હતા.

સીબીઆઇની ટીમનું કહેવું છે કે, બંગાળની પોલીસે અમને તપાસ કરતા રોક્યા છે અને પુરાવનો નાશ થાય તે અંગે ભય છે. જો કે આ ઘટના બાદ  મુખ્ય મંત્રી મમતા બેનર્જી ધરણા પર બેસી ગયાં હતા. જે હજું પણ યથાવત્ છે.