Not Set/ મહાકુંભ મેળામાં આજે બીજું શાહી સ્નાન, ત્રિવેણી સંગમ ખાતે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર

પ્રયાગરાજ, મૌની અમાસના દિવસે ત્રિવેણી સંગમની નગરી પ્રયાગરાજમાં કુંભનું બીજુ શાહી સ્નાન થઇ રહ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ શાહી સ્નાન કરવા માટે અહીં આવે છે. વહેલી સવારથી સંગમ ખાતેથી શાહી સ્નાનો પ્રારંભ થયો. જ્યાં 3 કરોડથી વઘુ લોકો આસ્થાની ડુબકી લગાવશે. મૌની અમાસનો દિવસ શાહી સ્નાન કરવા માટે ખુબ જ અગત્યનો ગણવામાં આવે છે. મૌની […]

Top Stories India Videos
mantavya 53 મહાકુંભ મેળામાં આજે બીજું શાહી સ્નાન, ત્રિવેણી સંગમ ખાતે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર

પ્રયાગરાજ,

મૌની અમાસના દિવસે ત્રિવેણી સંગમની નગરી પ્રયાગરાજમાં કુંભનું બીજુ શાહી સ્નાન થઇ રહ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ શાહી સ્નાન કરવા માટે અહીં આવે છે. વહેલી સવારથી સંગમ ખાતેથી શાહી સ્નાનો પ્રારંભ થયો. જ્યાં 3 કરોડથી વઘુ લોકો આસ્થાની ડુબકી લગાવશે. મૌની અમાસનો દિવસ શાહી સ્નાન કરવા માટે ખુબ જ અગત્યનો ગણવામાં આવે છે.

મૌની અમાસના દિવસ ખુબજ પવિત્ર દિવસ માનવામાં આવે છે. શ્રવણ નક્ષત્ર હોવાથી પવિત્ર મહાયોગ બને છે. આ દિવસે મૌન વ્રત ધારણ કરવામાં આવે છે.જયારે અર્ધ કુંભમેળામાં બહુ મોટા મેળાનું આયોજન થાય છે.જેમાં લાખો લોકોની સંખ્યામાં આવે છે.

મૌની અમાવસીના દિવસે, ભક્તો કુંભમાં લાખોની સંખ્યામાં આસ્થાનું સ્નાન કરવા માટે આવે છે. સ્નાન, દાન વગેરે માટે ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે, જે લોકો કુભામાં સ્નાન કરી શકતા નથી, તેઓએ ઘરમાં ગંગાજળ નાખીને સ્નાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને મનની પૂજા કરવામાં આવે તો આયુષ્ય વધે છે.

સોમવાર સવારે 6:15 વાગ્યાથી સંન્યાસી અખાડાના સાધુ-સંતો સહિત હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમ સ્થાન પર ડુબકી લગાવવાનું શરૂ કર્યું હતું. સૌથી પહેલા મહાનિર્વાણી અખાડાના સાધુ-સંતો સંગમ તટ પર પહોંચ્યા હતા.

મૌની અમવાસ્ય 2019 ના શુભ સમય

મૌની અમવાસ્ય: 4 ફેબ્રુઆરી 2019 સોમવાર

મૌની અમવાસ્ય શુભ શરૂઆત: 3 ફેબ્રુઆરીથી 11:52 વાગ્યા સુધી

મૌની અમવાસ્ય શુભ સમય: 5 ફેબ્રુઆરી 02:33

જ્યારે તેમની સાથે અટલ અખાડાના સાધુ-સંતો પણ સામેલ હતા. ત્યાર બાદ વૈરાગી અને ઉદાસીન અખાડાના સાધુ-સંતોના સ્નાન કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.