Sabarkantha News/ સાબરકાંઠાના વિજયનગરમાં વૃદ્ધને ઝોળીમાં લઈ જવાની ફરજ પડતા ચકચાર

સાબરકાંઠાના વિજયનગરમાં હચમચાવી નાખતી ઘટના જોવા મળી છે. રસ્તાના અભાવે બીમાર વૃદ્ધને દવાખાને ઝોળીમાં નાખીને લઈ જવાની ફરજ પડી છે. રસ્તાના અભાવે બીમાર વૃદ્ધને ઝોળીમાં નાખી લઈ જવાયા છે. ખેરવાડા ગામના સ્ટેશન ફળિયાથી હાઇવેને જોડતો રસ્તો નથી.

Top Stories Gujarat Others
Beginners guide to 9 3 સાબરકાંઠાના વિજયનગરમાં વૃદ્ધને ઝોળીમાં લઈ જવાની ફરજ પડતા ચકચાર

સાબરકાંઠાઃ સાબરકાંઠાના વિજયનગરમાં હચમચાવી નાખતી ઘટના જોવા મળી છે. રસ્તાના અભાવે બીમાર વૃદ્ધને દવાખાને ઝોળીમાં નાખીને લઈ જવાની ફરજ પડી છે. રસ્તાના અભાવે બીમાર વૃદ્ધને ઝોળીમાં નાખી લઈ જવાયા છે. ખેરવાડા ગામના સ્ટેશન ફળિયાથી હાઇવેને જોડતો રસ્તો નથી. પગદંડીના રસ્તે જતાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો બનાવવા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે.  વૃદ્ધને શ્વાસની તકલીફ થતાં દવાખાનેથી પરત ઘરે લાવી રહ્યા હતા. આશ્ચર્યની વાત તો એ રહેવાની છે કે આ પ્રકારની ઘટના પછી પણ નિંભર તંત્રના પેટનું પાણી પણ હાલવાનું નથી. આ એક રીતે ગરીબોની મજાક ઉડાવવા જેવી વાત છે.

વડાપ્રધાન મોદી જે ગરીબ માટે દિનરાત પરસેવો વહાવી રહ્યા છે, તેમના આ વિઝનની ઠેકડી ઉડાડતું હોય તેવું આ ચિત્ર છે. સત્તાવાળાઓને માલૂમ હોવું જોઈએ કે આ પ્રકારની વ્યવસ્થા નથી તો પછી તેનો વિકલ્પ કેમ ઉભો કરવામાં આવતો નથી. એકવીસમી સદી પણ ગુજરાતની પ્રજા આ પ્રકારની હાલાકી ક્યાં સુધી સહન કરતી રહેશે.  વિકસી રહેલા ગુજરાતનું આ પણ એક પાસુ છે. આ દર્શાવે છે કે ગુજરાતના હજી પણ કેટલાય એવા ગ્રામીણ વિસ્તારો છે જ્યાં પાકા રસ્તા નથી. નજીકના શહેરને જોડતા પાકા રસ્તાનો અભાવે છે. આ સ્થળોએ 108ની સુવિધા પણ નથી. આ ઉપરાંત આ સગવડ હોય તો તે અત્યંત મર્યાદિત પ્રમાણમાં હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ