MahaShivratri મહાશિવરાત્રીની વાત હોય તો પૂછવું જ શું. ગુજરાત સહિત સમગ્ર દેશના મહાદેવના મંદિરો બમ બમ બોલે, જય ભોલેનાથ તથા હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ગુજરાતના વિવિધ યાત્રાધામોના શિવમંદિરો પણ ભાવિકોની ભીડથી છલકાઈ ઉઠ્યા છે.
શિવરાત્રીના દિવસે ભગવાન શિવની MahaShivratri પૂજા અર્ચના કરવાનું મહત્ત્વ ખૂબ વધારે હોય છે. ત્યારે સુરતના શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવના દર્શને પહોંચ્યા હતા… કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાપૂજા આયોજન કરવામાં આવ્યું છે.કંતારેશ્વર મંદિરમાં ખંડિત શિવલિંગની પૂજા કરવામાં આવે છે, તેમજ રાંદેર વિસ્તારનો ગોવાળિયો ગાયોને ચરાવવા લાવતો હતો. એક ગાય અહીં ચરતાં ચરતા ઝાડીઓમાં જઈ શિવલિંગ પર દૂધની ધારા રેડાવતી હતી. જેથી ગાયના પગ શિવલિંગ પર પડ્યા અને કંતારેશ્વર મંદિર અસ્તિત્વમાં આવ્યુ હતું. અહીં મંદિરમાં દક્ષિણ દિશા તરફ ગાયના પગની ખરી નીચે એક નાનું શિવલિંગ છે. આમ, તો આ મંદિર પંચેશ્વર મહાદેવના નામે પણ પ્રચલિત છે. કહેવાય છે કે, મંદિરની પશ્ચિમ દિશામાં એક શિવલિંગ ગાયના પગ નીચે આવી જતા અદ્રશ્ય થઈ ગયું હતું.
આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી MahaShivratri સોમનાથ પહોંચી મહાદેવના મંદિરે દર્શન કર્યા હતા.વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મંદિરે દર્શન કરી મહાદેવના આશીર્વાદ લીધા હતા. તેમજ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવી આશા વ્યક્તિ કરી હતી.
સાળંગપુરધામમાં મહાશિવરાત્રિ ઉત્સવ નિમિતે MahaShivratri શ્રી કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. તેમજ નીલકંઠ મહાદેવનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું છે. સવારે મંગળા આરતી તથા શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. રાત્રે પણ મંદિરને ફૂલોથી વિશેષ શણગાર કરી, પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું. દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તોએ લઇ ધન્યતા અનુભવી હતી.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જસદણથી 18 km દૂર આવેલ ઘેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારના 5:30 કલાકે મંગળા આરતી કરવામાં આવી તેમજ ઘેલાસોમનાથ દાદાના ભક્તોને સવારના 6 થી સવારના 10 કલાક સુધી રુદ્રાભિષેક આયોજન કરવામાં આવેલ હતું. ત્યારબાદ ઘેલા સોમનાથની નજીક આવેલ સોમપીપળીયા ગામથી ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
મહાસતી મીનળદેવી દ્વારા 15 મી સદીને સ્થાપિત પવિત્ર થેલા નદીના કિનારે આવેલ અને ભારત ની બાર જ્યોતિર્લિંગ જેટલું જ મહત્વ ધરાવતી શ્રી ઘેલાસોમનાથ મહાદેવ ની સુપ્રસિદ્ધ શિવલિંગ નું અનેરૂ મહત્વ ધરાવે છે આજે સવારના 5:30 કલાકે મંગળા આરતી કરવામાં આવી તેમજ ઘેલાસોમનાથ દાદા ના ભક્તોને સવારના છ થી સવારના 10 કલાક સુધી રુદ્રાભિષેક આયોજન કરવામાં આવેલ ત્યારબાદ ઘેલા સોમનાથ ની નજીક આવેલ સોમપીપળીયા ગામ થી ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
રાજકોટ કલેકટર વૃદ્ધસ્તે શોભાયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું. શોભા યાત્રામાં સામાજિક રાજકીય તેમજ રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તેમજ બપોરના 12:30 કલાકે મહા આરતીનું આયોજન સાંજના 7:30 કલાકે સંધ્યા આરતી તેમજ 9 30 થી 10:30 પ્રથમ પહોર પૂજા સાથે જ સાંજના 10:30 કલાકે મહાપુજાનું આયોજન તેમજ રાત્રિના 12:00 કલાકે મહા આરતી નું આયોજન કરવામાં આવેલ કોરોના કાળ બાદ પ્રથમ વખત ઘેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વને ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ