Not Set/ બિહાર: બર્ડ ફ્લુના લીધે અત્યાર સુધી ૫૦૦ પક્ષીઓના મોત, તપાસ માટે નથી એક પણ લેબ

બિહારમાં છેલ્લા ઘણા સમયથી બર્ડ ફ્લુના લીધે નિર્દોષ પક્ષીઓનો ભોગ લેવી રહ્યો છે. બર્ડ ફ્લુનો વાયરસ ઘણા જીલ્લાઓમાં ફેલાઈ રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વાયરસના લીધે અત્યાર સુધી ૫૦૦ પક્ષીઓના મૃત્યુ થયા છે. સરકારે એક નિયંત્રણ સેલ પણ બનાવી દીધો છે પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે રાજ્યમાં એવી મેડીકલ કોલેજ […]

Top Stories India Trending
Avian Influenza Bird Flu H7N9 બિહાર: બર્ડ ફ્લુના લીધે અત્યાર સુધી ૫૦૦ પક્ષીઓના મોત, તપાસ માટે નથી એક પણ લેબ

બિહારમાં છેલ્લા ઘણા સમયથી બર્ડ ફ્લુના લીધે નિર્દોષ પક્ષીઓનો ભોગ લેવી રહ્યો છે. બર્ડ ફ્લુનો વાયરસ ઘણા જીલ્લાઓમાં ફેલાઈ રહ્યો છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ વાયરસના લીધે અત્યાર સુધી ૫૦૦ પક્ષીઓના મૃત્યુ થયા છે. સરકારે એક નિયંત્રણ સેલ પણ બનાવી દીધો છે પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે રાજ્યમાં એવી મેડીકલ કોલેજ નથી કે જ્યાં એચ5એન1 વાયરસની તપાસ થઇ શકે.

બિહારમાં ૯ મેડીકલ કોલેજ છે પરંતુ ક્યાય આ વાયરસની તપાસ નથી થતી. રાજધાની પટનાના પીએમસીએચમાં પણ રીયલ ટાઇમ પીસીઆર મશીન નથી.

દરભંગામાં ડીએમસીએચમાં વર્ષ ૨૦૧૩માં તપાસ માટે આ મશીન લાવવામાં આવ્યું હતું, પરંતુ ઘણા વષો સુધી તે ખરાબ હાલતમાં પડી રહ્યું. કોઈ આ મશીનનો ઉપયોગ નથી કરી રહ્યું.એટલું જ નહી પરંતુ વાયરસની તપાસ માટે પુણે અને ભોપાલની લેબમાં સેમ્પલ મોકલવામાં આવે છે.