Not Set/ સબરીમાલા મંદિર વિવાદ : મેડીકલ સર્ટીફીકેટ બતાવ્યા છતાં ૪૬ વર્ષીય મહિલાને ન કરવા દીધા દર્શન

કેરળમાં સબરીમાલા મંદિરમાં બે મહિલાના પ્રવેશને લઈને ગઈ કાલે રાજ્યભરમાં હિંસક દેખાવો થયા હતા જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.કેરળમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. 46-year-old Srilankan woman who came to #SabarimalaTemple: I went up to the holy steps, but I was not allowed to go further. I had a medical certificate also.— […]

Top Stories India Trending
Sabarimala Temple Reuters file 5 સબરીમાલા મંદિર વિવાદ : મેડીકલ સર્ટીફીકેટ બતાવ્યા છતાં ૪૬ વર્ષીય મહિલાને ન કરવા દીધા દર્શન

કેરળમાં સબરીમાલા મંદિરમાં બે મહિલાના પ્રવેશને લઈને ગઈ કાલે રાજ્યભરમાં હિંસક દેખાવો થયા હતા જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.કેરળમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે.

હાલમાં મળી રહેલા સમચાર પ્રમાણે શુક્રવારે શ્રીલંકાની એક ૪૬ વર્ષીય મહિલાએ મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેની મહેનત પર પાણી ફરી વળ્યું હતું તેને મંદિરમાં અયપ્પા ભગવાનના દર્શન કરવાની મંજુરી આપવાની ના પાડી દીધી હતી.

મંદિરની પરંપરા પ્રમાણે ૧૦ વર્ષથી ૫૦ વર્ષની મહિલાઓ જે લોકોને પીરીયડસ આવતા હોય તે લોકોને મંદિરમાં પ્રવેશવાની અનુમતિ નથી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિલાએ મંદિરમાં પ્રવેશ કર્યો તે મહિલાએ કહ્યું કે તેના પીરીયડસ પુરા થઇ ગયા છે. પ્રૂફ માટે તેણે પોતાનું મેડીકલ સર્ટીફીકેટ પણ બતાવ્યું હતું. મહિલાએ જણાવ્યું કે મેં મંદિરની પવિત્ર સીડી ચડવાની શરૂઆત પણ કરી પરંતુ મને આગળ ન જવા દીધી. મારી પાસે મેડીકલ સર્ટીફીકેટ પણ છે.

સબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે મહિલા પ્રવેશની મંજુરી આપી દીધી હતી પરંતુ વિરોધીઓને લીધે મહિલાઓને અયપ્પા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો નહતો મળ્યો.

મંગળવારે રાત્રે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાએ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા. ૪૨ વર્ષીય બિંદુ અને ૪૪ વર્ષીય કનકદુર્ગાએ મદિરમાં પ્રવેશ કર્યો હતો.

બે મહિલાઓના પ્રવેશની સાથે જ વર્ષો જૂની મંદિરની પરંપરા તૂટી ગઈ છે જેમાં મહિલાઓને આવતા પીરીયડસને લીધે ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.

આ બે મહિલાઓના મંદિરમાં પ્રવેશ કરવાને લીધે મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે મંદિરની શુદ્ધિકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.