Loksabha Election News: લોકસભા ચૂંટણીની તબક્કાવાર તારીખો જાહેર થયા બાદ દેશભરમાં વિવિધ રાજકીય પક્ષ ચૂંટણી જીતવા તૈયારીઓમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ પણ ચૂંટણી મેદાનમાં ઉમેદવારોને ઉતારવા મંથન કરી રહી છે. કોંગ્રેસ ઉમેદવારોની 7 યાદી બહાર પાડી ચુકી છે. જેમાંથી 195 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. હવે કોંગ્રેસ 8મી યાદી બહાર પાડવા વિચાર-વિમર્શ કરી રહી છે.
સૂત્રો મુજબ, આજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, તમિલનાડુ અને ગોવા રાજ્યોની 40 બેઠકો માટે ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. 7મી યાદીમાં 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. છત્તીસગઢ માટે 4 અને તમિલનાડુ માટે 1 લોકસભાની બેઠક પર ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે
આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે
આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત