મોત/ એરોમાથેરાપી સ્પ્રેથી અમેરિકામાં બે લોકોનાં મોત નિપજ્યાં,આ સ્પ્રે ભારતમાં ઉત્પાદિત થાય છે

એરોમાથેરાપી સ્પ્રે યુએસમાં વેચવામાં આવે છે, તેમાં એક બેક્ટેરિયા છે જેના કારણે આ વર્ષની શરૂઆતમાં ચાર લોકો બીમાર પડ્યા હતા, જેમાંથી બે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે.

Top Stories World
spraye એરોમાથેરાપી સ્પ્રેથી અમેરિકામાં બે લોકોનાં મોત નિપજ્યાં,આ સ્પ્રે ભારતમાં ઉત્પાદિત થાય છે

ભારતમાં ઉત્પાદિત થનાર એરોમાથેરાપી સ્પ્રે યુએસમાં વેચવામાં આવે છે, તેમાં એક બેક્ટેરિયા છે જેના કારણે આ વર્ષની શરૂઆતમાં ચાર લોકો બીમાર પડ્યા હતા, જેમાંથી બે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે.અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) એ જણાવ્યું હતું કે લેબોરેટરી ટેસ્ટિંગે ‘બેટર હોમ્સ એન્ડ ગાર્ડન્સ લવંડર એન્ડ કેમોમાઈલ એસેન્શિયલ ઓઈલ ઈન્ફ્યુઝ્ડ એરોમાથેરાપી રૂમ સ્પ્રે વિથ જેમસ્ટોન્સ’ એરોમાથેરાપી સ્પ્રેમાં બેક્ટેરિયા બર્કોલ્ડેરિયા સ્યુડોમેલીની ઓળખ કરી છે.આ માહિતી અમેરિકાની જાહેર આરોગ્ય એજન્સીએ આપી છે.

વધુમાં એજન્શીએ જણાવ્યુ હતું કે, સીડીસી બોટલમાંથી બેક્ટેરિયાની આનુવંશિક ફિંગરપ્રિન્ટ ચાર દર્દીઓમાં ઓળખાતા બેક્ટેરિયા સાથે મેળ ખાય છે કે કેમ તે જોવા માટેનું પરીક્ષણ ચાલુ છે. જ્યોર્જિયા, કેન્સાસ, ટેક્સાસ અને મિનેસોટામાંથી એક એક દર્દી મળી કુલ ચાર દર્દીઓ બીમાર પડ્યા હતા જેમાંથી બે મૃત્યુ પામ્યા છે. ”

સીડીસીએ કહ્યું કે એજન્સીએ મે મહિનામાં નમૂના મેળવવાનું શરૂ કર્યું હતું, ત્યારથી તે દર્દીઓના લોહીના નમૂનાઓ તેમજ માટી, પાણી અને ઉપભોક્તા ઉત્પાદનોના ચાર દર્દીઓના ઘરની અંદર અને આસપાસથી પરીક્ષણ કરી રહી છે. આ અઠવાડિયે બેટર હોમ્સ એન્ડ ગાર્ડન્સ સ્પ્રેના નમૂનાનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું છે.

દૂષિત સ્પ્રે 2021માં ફેબ્રુઆરી અને ઓક્ટોબરની વચ્ચે લગભગ 55 વોલમાર્ટ સ્ટોર્સ પર અને વોલમાર્ટની વેબસાઇટ પર વેચવામાં આવ્યું હતું, જ્યારે રિટેલ કંપનીએ આ સ્પ્રેની બાકીની બોટલ અને સ્ટોર છાજલીઓ અને તેની વેબસાઇટ પરથી સંબંધિત ઉત્પાદનો પાછા ખેંચી લીધા હતા.