Crime/ જમાલપુરમાં મહિલાના વૉટ્સઍપમાં આવ્યા અશ્લીલ ફોટા, પતિએ નોંધાવી ફરિયાદ.

અમદાવાદ શહેરના જમાલપુર છીપાવાડમાં મહિલાના મોબાઈલમાં કોઈક અજાણ્યા વ્યકિતએ અસલીલ ફોટા અને વીડિયો શેર કર્યા હતા. જો કે, મહિલાના પતિએ તેની પત્નિનો ફોન તપાસતા તેમાં અસલીલ ફોટા અને વીડિયો જોવા મળ્યા હતા જેથી તેનો પતિ રોષે ભરાયો હતો. આ બનાવને લઈ તેણે હવેલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ હાથ […]

Ahmedabad Gujarat
unnamed જમાલપુરમાં મહિલાના વૉટ્સઍપમાં આવ્યા અશ્લીલ ફોટા, પતિએ નોંધાવી ફરિયાદ.

અમદાવાદ શહેરના જમાલપુર છીપાવાડમાં મહિલાના મોબાઈલમાં કોઈક અજાણ્યા વ્યકિતએ અસલીલ ફોટા અને વીડિયો શેર કર્યા હતા. જો કે, મહિલાના પતિએ તેની પત્નિનો ફોન તપાસતા તેમાં અસલીલ ફોટા અને વીડિયો જોવા મળ્યા હતા જેથી તેનો પતિ રોષે ભરાયો હતો. આ બનાવને લઈ તેણે હવેલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં સૌથી વધારે પતિ પત્ની ઔર વો ના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. લગ્નજીવન બાદના સબંધો જો બે માંથી કોઈપણ પાત્ર રાખે તો મોટાભાગના કિસ્સાઓમાં તેના પરિણામો ખરાબ જ આવતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના છીપાવાડ વિસ્તારમાં એક દંપતિ છેલ્લા કેટલા સમયથી સુખી જીવન જીવી રહ્યું હતું. પરતું અચાનક જ તેના ફોનમાં એક અજાણી વ્યકિતએ અસલીલ ફોટા અને વીડિયો મોકલતા મામલો બીચકાયો હતો.

મહિલાના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબરથી અસલીલ ફોટા અને વીડિયો આવ્યા હતા જેથી તે મહિલા ભારે ગભરાઈ ગઈ હતી. જો કે, તેના પતિએ અચાનક તેનો ફોન તપાસતા તેમાથી આ વીડિયો અને ફોટા સામે આવતા તે લાલધૂમ થઈ ગયો હતો અને તેની પત્નિ પર ભારે ગુસ્સો થયો હતો. આ વાત તેણીએ પોતાની પત્નિને પુછતા તેણીએ જણાવ્યુ હતુ કે તેને આ વાતની ખબર જ નથી. જેથી રોષે ભરેયેલા પતિએ તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં અજાણ્યા વ્યકિત સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો