Health/ ગુજરાતમાં ગરમી વધતાં હજારની નજીક પહોંચવા આવ્યા કેસો

આ ઉપરાંત, ગરમીને લગતી અન્ય બિમારીઓ જેમ કે, ઝાડા ઉલટી, પેટમાં દુખાવા કેસ પણ આવી રહ્યાં છે. રાજ્યમાં રોજના……..

Gujarat
Image 28 ગુજરાતમાં ગરમી વધતાં હજારની નજીક પહોંચવા આવ્યા કેસો

Gujarat News: ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે. ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ રીતે અસર થઈ રહી છે. માહિતી મુજબ, ગુજરાતમાં ગરમીને કારણે લૂ લાગવાથી આરોગ્ય ખરાબ થવાના રોજના 800 જેટલા કેસ આવી રહ્યાં છે. તેથી આરોગ્ય વિભાગ લોકોને પુષ્કળ પાણી પીવાની તેમજ ભારે આહાર ઓછો લેવાની સલાહ આપી છે.

આ ઉપરાંત, ગરમીને લગતી અન્ય બિમારીઓ જેમ કે, ઝાડા ઉલટી, પેટમાં દુખાવા કેસ પણ આવી રહ્યાં છે. રાજ્યમાં રોજના 800 લોકો ગરમીને કારણે બેભાન થઈને ઢળી પડે છે. આવા લોકોને ઈમરજન્સીમાં લઈ જતા 108 ની સેવામાં કોલનો વધારો થયો છે. ગુજરાત સરકારે હીટવેટ સામે એલર્ટ જાહેર કર્યું છે. જેના માટે એક એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગરમીથી રાહત મેળવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની માહિતી આપવામાં આવી છે.

  • રેડિયો સાંભળો, ટી.વી. જૂઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી માહિતી મેળવો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું.
  • વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
  • શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો.
  • વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા. જો તમે ઘર ની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો.
  • આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.
  • લૂ લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક, સગર્ભા, વૃદ્ધ, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી લેવી.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આ બે સ્થળોએ અકસ્માત થતાં મોતની ઘટના

આ પણ વાંચો:અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં ત્રણના મોત