Not Set/ જી.કે.હોસ્પિ.માં નવજાત 20થી વધુ બાળકોના મોતનો મામલો, કલેકટરે આપ્યા તપાસના આદેશ

ભુજ, ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નવજાત શિશુઓના મોતના મામલાએ ચકચાર મચાવી છે. કચ્છમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ બનાવની ચર્ચા થઈ રહી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ મહિનામાં 111 નવજાત બાળકોના મોત નિપજ્યા છે. આ આંકડાઓ ચોંકાવનારા છે. અદાણી સંચાલિત ભુજ ની જી.કે.જનરલ હોસ્પિટલમાં  માત્ર પાંચ મહીનામાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં 111 નવજાત શિશુઓના મોત […]

Gujarat Others Trending
બ્બાય જી.કે.હોસ્પિ.માં નવજાત 20થી વધુ બાળકોના મોતનો મામલો, કલેકટરે આપ્યા તપાસના આદેશ

ભુજ,

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નવજાત શિશુઓના મોતના મામલાએ ચકચાર મચાવી છે. કચ્છમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ બનાવની ચર્ચા થઈ રહી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ મહિનામાં 111 નવજાત બાળકોના મોત નિપજ્યા છે. આ આંકડાઓ ચોંકાવનારા છે.

અદાણી સંચાલિત ભુજ ની જી.કે.જનરલ હોસ્પિટલમાં  માત્ર પાંચ મહીનામાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં 111 નવજાત શિશુઓના મોત નિપજ્યા છે. વર્ષ 2015માં 164, વર્ષ 2016માં 184, વર્ષ  2017માં 185 બાળકોના મોત નિપજ્યા હતા. આ અંગે હોસ્પિટલના ડાયરેક્ટર ડો.રાવ સાથે વાતચીત કરતા તેમણે હોસ્પિટલ મેનેજમેન્ટનો લુલો બચાવ કર્યો હતો અને કચ્છના છેવાડા ના અને દૂરના વિસ્તારોમાંથી આવતા બાળકો કુપોષણનો શિકાર હોવાની વાત કરી હતી.

આ જ મામલે અનેક સવાલો સર્જાયા છે અને આંકડાકીય માહિતી પણ ચોંકાવનારી સાબિત થઈ છે. મામલાની ગંભીરતા ને જોતા રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ ભુજ ની જી.કે હોસ્પિટલની મુલાકાત લેવા માટે રવાના થઈ ચૂકી છે આ મામલે જિલ્લા કલેકટરે પણ અદાણી સંચાલકો પાસેથી આ મામલે રિપોર્ટ માંગ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, આ માસુમોના મોત પાછળ આખરે જવાબદાર કોણ?