Not Set/ CNGના ભાવ 2.50 વધતા ઓટોરિક્ષા એસોસિએશને મિનિમમ ભાડું 30 રૂપિયા કરવાની કરી માંગ

સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે સીએનજીના ભાવમાં રૂ.2.50નો વધારો નોંધાવા સાથે જ ભાવ રૂ. 70.09 થયો છે

Top Stories Gujarat
CNG123 CNGના ભાવ 2.50 વધતા ઓટોરિક્ષા એસોસિએશને મિનિમમ ભાડું 30 રૂપિયા કરવાની કરી માંગ

પેટ્રોલ-ડિઝલ બાદ હવે સીએનજીના ભાવમાં વધારો કરાતા સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે આજે પણ સીએનજી ગેસના ભાવમાં 2.50 રૂપિયાનો તોતિંગ વધારો કરતાં નાગરિકોને નવા વર્ષના પ્રથમ દિવસે જ ઝટકો લાગ્યો છે ત્યારે સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે સીએનજીના ભાવમાં રૂ.2.50નો વધારો નોંધાવા સાથે જ ભાવ રૂ. 70.09 થયો છે. એક વર્ષમાં સીએનજીનો ભાવ રૂ.53.7થી વધીને 70.09 સુધી પહોંચ્યો છે. એક વર્ષમાં જ સીએનજીના ભાવમાં 18 વખત વધારો થયો છે.ભાવ વધતા રીક્ષા ચાલકોએ         કરી આ માંગણી

રિક્ષા-ઓટોરિક્ષા ચાલક વેલ્ફેર એસો.ના પ્રમુખએ રાજ્યના વાહનવ્યવહાર મંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, તાજેતરમાં જ સીએનજી દરમાં વધારો થતાં રિક્ષાભાડામાં આંશિક વધારો કરાયો હતો. જોકે આ રીતે સીએનજીના ભાવમાં વધારો થાય તો રિક્ષાચાલકોને ભાડામાં અપાયેલો વધારો દેખાય પણ નહિ ત્યારે હવે મિનિમમ ભાડું રૂ.18માં વધારો કરી રૂ.30 કરી આપવામાં આવે. જ્યારે કિમીના રનિંગમાં રૂ.20 પ્રતિ કિમી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.