Funny video/ પહેલા Out પછી Not Out, એમ્પાયરની આ ભૂલ સોશિયલ મીડિયા પર વાયરલ

આઉટની અપીલ પર એમ્પાયરે બેટ્સમેન ટર્નરને પહેલા આઉટ આપ્યો, પરંતુ તુરંત જ તેમને પોતાની ભૂલ સમજાઇ અને તેમણે બેટ્સમેનને નોટ આઉટ આપી દીધો. 

Sports
Out or Not Out

મેદાન પર એમ્પાયરથી ઘણીવાર ભૂલ થતી હોય છે, જેના કારણે મેચનાં પરિણામ પર પણ અસર જોવા મળે છે. વળી ઘણીવાર તમે જોયુ હશે કે એમ્પાયરનાં નિર્ણય બાદ જો ખેલાડીઓને તેમના નિર્ણય પર આપત્તિ હોય તો તેઓ DRS નો ઉપયોગ કરી શકે છે. જે પછી રિપ્લેમાં જોયા બાદ બેટ્સમેન આઉટ કે નોટ આઉટનો નિર્ણય લેવાય છે પરંતુ આ વખતે ક્રિકેટનાં મેદાનમાં કઇંક એવુ જોવા મળ્યુ જેણે સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ક્રિકેટને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, હવે ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા કોરોના પોઝિટિવ

આપને જણાવી દઇએ કે, બિગ બેશ લીગ 2021-22ની 31મી મેચમાં, એક એવી ઘટના બની જેણે બોલરનાં હોશ ઉડાવી દીધા. જણાવી દઇએ કે, મેલબોર્ન સ્ટાર્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચેની મેચ દરમ્યાન એક એવી ઘટના બની કે જેને જાણીને તમે હસવા લાગશો. થયુ કઇંક એવુ કે પર્થ સ્કોચર્સની ઇનિંગ દરમ્યાન જ્યારે કેપ્ટન એશ્ટન ટર્નર 10 રન પર રમી રહ્યો હતો, ત્યારે બોલરે જેવિયર ક્રોનની એક બાઉંસર બોસ તેના હેલ્મેટ પર વાગી અને વીકેટકિપરની પાસે ગઇ. જે બાદ બોલરે આઉટની અપીલ કરી. આઉટની અપીલ પર એમ્પાયરે બેટ્સમેન ટર્નરને પહેલા આઉટ આપ્યો, પરંતુ તુરંત જ તેમને પોતાની ભૂલ સમજાઇ અને તેમણે બેટ્સમેનને નોટ આઉટ આપી દીધો. જણાવી દઇએ કે, એમ્પાયર બેટ્સમેનને નોટ આઉટ આપવાના હતા, પરંતુ ભૂલથી એમ્પાયરે આઉટની અપીલ પર આંગળી ઉઠાવીને તેને આઉટ જાહેર કરી દીધો, પરંતુ તુરંત જ તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. એક ક્ષણ માટે, બોલર જેવિયરને લાગ્યું કે, તેને તેની BBL કારકિર્દીની પ્રથમ વિકેટ મળી છે. પ્રથમ 3 સેકન્ડ સુધી, બોલરે ખૂબ જ ઉજવણી કરી પરંતુ અંતે એમ્પાયરે નિર્ણય બદલીને બોલર જેવિયર ક્રોનને નાખુશ કરી દીધો. જો કે, આ મેચમાં પર્થ સ્કોર્ચર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટે 180 રન બનાવ્યા હતા. કર્ટિસ પેટરસને 54 અને કોલિન મુનરોએ 40 રન બનાવ્યા હતા. વળી, કૈસ અહેમદ અને હરિસ રઉફને 2-2 વિકેટ મળી હતી. જણાવી દઈએ કે મેલબોર્ન સ્ટાર્સ ટીમનાં 10 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેમને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આ મેચમાં મેલબોર્નની ટીમમાં 6 સ્થાનિક ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે.

મેલબોર્ન સ્ટાર્સ સ્ક્વોડ:

ગ્લેન મેક્સવેલ (કેપ્ટન), કૈસ અહેમદ (એએફજી), હિલ્ટન કાર્ટરાઈટ, જો ક્લાર્ક (ઈંગ્લેન્ડ), બ્રોડી કાઉચ, ટોમ ઓ’કોનેલ, હેરિસ રૌફ (PAK), જસ્ટિન એવેન્ડાનો, લચલન બેંગ્સ, જેવિયર ક્રોન, ટોમ રોજર્સ , પેટ્રિક રોવે, ચાર્લી વેકીમી

પર્થ સ્કોર્ચર્સ સ્ક્વોડ:

એશ્ટન ટર્નર (કેપ્ટન), એશ્ટન અગર, કેમેરોન બેનક્રોફ્ટ, જેસન બેહરેનડોર્ફ, લૌરી ઈવાન્સ (ઈંગ્લેન્ડ), એરોન હાર્ડી, પીટર હટ્ઝોગ્લુ, ટાઇમલ મિલ્સ (ઈંગ્લેન્ડ), ડેવિડ મૂડી, લાન્સ મોરિસ, કોલિન મુનરો (ન્યૂઝીલેન્ડ), કુર્ટિસ પેટરસન, એન્ડ્રુ ટાય