T20 World Cup/ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે એકવાર ફરી તોડ્યો કોહલીનો વિરાટ રેકોર્ડ

બાબર આઝમે ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. આ મેચમાં બાબર આઝમે 70 રનની ઇનિંગ રમીને T20 ઇન્ટરનેશનલમાં 14મી વખત 50થી વધુ રન બનાવ્યા હતા.

Sports
વિરાટ અને બાબર

પાકિસ્તાન ટીમનાં કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને એક જ મેચમાં 5 મોટા રેકોર્ડ બનાવ્યા છે. આપને જણાવી દઈએ કે, ટૂર્નામેન્ટની એક મેચમાં તેમણે સદીની ભાગીદારી કરી હતી. બન્ને ખેલાડીઓની ઓપનિંગ જોડીએ નામિબિયા વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 113 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીને કારણે બાબર અને રિઝવાનની ઓપનિંગ જોડી T20 ઈન્ટરનેશનલમાં પાંચ સદીની ભાગીદારી કરનાર વિશ્વની પ્રથમ જોડી બની ગઈ છે. તેમણે ટીમ ઈન્ડિયાનાં ગબ્બર શિખર ધવન અને હિટમેન રોહિત શર્માની ઓપનિંગ જોડીને પાછળ છોડી દીધી છે. આ ઈનિંગ પહેલા રિઝવાન અને બાબરે 4 વખત સદીની ભાગીદારી કરી હતી.

વિરાટ અને બાબર

આ પણ વાંચો – T20 World Cup / અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં ટીમ ઈન્ડિયા જીતનું ખાતુ ખોલવા ઉતરશે મેદાને

આપને જણાવી દઈએ કે, બાબર આઝમે ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. આ મેચમાં બાબર આઝમે 70 રનની ઇનિંગ રમીને T20 ઇન્ટરનેશનલમાં 14મી વખત 50થી વધુ રન બનાવ્યા હતા. આ સાથે તેણે વિરાટને પાછળ છોડી દીધો. આપને જણાવી દઈએ કે, આ પહેલા વિરાટ કોહલીએ 13 વખત 50 થી વધુ રન બનાવ્યા હતા. બાબર આઝમની કેપ્ટનશિપ હેઠળ, પાકિસ્તાને રવિવારે T20 વર્લ્ડકપનાં સુપર 12 રાઉન્ડમાં નામિબિયાને 45 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બાબરે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને 49 બોલમાં 70 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં સાત ચોક્કા સામેલ હતા. આ ઇનિંગ દરમિયાન બાબરે અન્ય એક મામલામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે અને એક વર્ષમાં T20 ફોર્મેટમાં 1000 રન પૂરા કરનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન આ રેકોર્ડની સૌથી નજીક આવ્યો હતો, પરંતુ તે સફળ થઈ શક્યો નહતો. વિલિયમસને વર્ષ 2018માં 986 રન બનાવ્યા હતા, જે આ પહેલા એક વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. આ સિવાય વિરાટે 2016માં 973 અને 2019માં 930 રન બનાવ્યા છે, પરંતુ દરેક વખતે તે એક હજાર રન પૂરા કરવામાં ચૂકી ગયો હતો. આ બે ખેલાડીઓ સિવાય ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરે પણ વર્ષ 2016માં T20 ફોર્મેટમાં 901 રન બનાવ્યા છે.

વિરાટ અને બાબર

આ પણ વાંચો – T20 World Cup / નામિબિયા વિરુદ્ધ મેચમાં પાકિસ્તાની ઓપનિંગ જોડીએ તોડ્યો શિખર-રોહિતનો રેકોર્ડ

બાબર આઝમ સાથે તેનો પાર્ટનર ઓપનર મોહમ્મદ રિઝવાન T20 ઈન્ટરનેશનલનાં એક કેલેન્ડર વર્ષમાં 900 વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ વર્ષે રિઝવાનનાં બેટથી એક સદી અને 9 અડધી સદી આવી છે. હાલમાં પાકિસ્તાની ટીમ એક પણ મેચ હારી નથી અને પોતાની ચાર મેચ જીતી છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ T20 ઈન્ટરનેશનલમાં 2400થી વધુ રન બનાવનાર વિશ્વનો 8મો બેટ્સમેન બન્યો છે. તેણે 60 ઇનિંગ્સમાં 48ની એવરેજથી 2402 રન બનાવ્યા છે. તેણે એક સદી અને 23 અડધી સદી ફટકારી છે. બાબરે પોતાની ટીમના ખેલાડી શોએબ મલિકને 2380 અને ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને 2345 પાછળ છોડી દીધા છે.