T20 World Cup/ વોર્મઅપ મેચમાં બાબર આઝમે ખેલદિલી બતાવી હેટમાયરને આપ્યું જીવનદાન

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે દરિયાદિલી બતાવી હેટ માયરને પેવેલિયન તરફ જતો રોકી લીધો હતો અને બેટિંગ કરવા માટે કહ્યું હતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી અપીલને પરત ખેંચી લેવામાં આવી હતી. બાબરની આ ખેલદિલીની ભાવનાની સોશિયલ મીડિયા માધ્યમો પર ખૂબ જ જોરશોરથી પ્રસંશા થઇ રહી છે.

Sports
babar azam hetmayar

ટી-20 વર્લ્ડકપમાં પોતાની શરૂઆત કરતા પહેલા દરેક દેશોની ટીમો વોર્મઅપ મેચ રમી રહી છે અને ટુર્નામેન્ટમાં જીતની તૈયારી કરી રહી છે.  પાકિસ્તાન અને વેસ્ટઇન્ડીઝની ટીમ વચ્ચે સોમવારે વોર્મઅપ મેચ રમાઈ હતી. 18 ઓક્ટોબરના રોજ આઈસીસી એકેડમીમાં રમાનારી આ  મેચમાં પાકિસ્તાને વેસ્ટઇન્ડીઝને સાત વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં પહેલા વેસ્ટઇન્ડીઝે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટની નુકસાનીએ 130 રન બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને માત્ર ત્રણ વિકેટના નુકસાન પર લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે 41 બોલમાં 50 રન બનાવ્યા હતા જયારે ફખર જમાંએ 24 બોલમાં 46 રન બનાવીને ટીમને જીત અપાવી દીધી હતી. આ મેચમાં બાબરે પોતાનો જલવો તો બતાવ્યો જ હતો પરંતુ મેચ દરમિયાન તેની ખેલદિલીની ભાવના પણ જોવા માટે મળી હતી જેની ચર્ચા સોશિયલ મીડિયા માધ્યમો પર ખૂબ જ રીતે થઇ રહી છે.

વેસ્ટઇન્ડીઝની ઇનિંગ દરમિયાન 15 ઓવરમાં હસનઅલીના બોલ પર બેટ્સમેં શિમરન હેટમાયરે પુલ શોટ મારવાની કોશિશમાં તે બોલ રમવાનું ચુકી ગયા હતા અને પાછળ વિકેટ કીપર મહોમ્મદ રીઝવાનના હાથમાં પહોચી ગયો હતો. ત્યારબાદ બોલર અને વિકેટકીપરે કેચની અપીલ કરી હતી અને અમ્પાયરે માની લઈને હેટમાયરને આઉટ ડીસીઝન આપી દીધું હતું.

જોકે હેટ માયરે પોતાના ગળામાં પહેરેલી ચેનને પકડીને અમ્પાયરને બતાવવાની કોશિશ કરી હતી કે, જે અવાજ આવ્યો તે બોલ અને બેટ્સના સંપર્કના કારણે નહિ પરંતુ ચેન સાથે અથડાવવાના કારણે આવ્યો હતો. હેટમાયરના આટલું કહ્યા બાદ પણ અમ્પાયર માન્યા ન હતા અને આઉટના નિર્ણય પર અડગ રહ્યા હતા.

એવામાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે દરિયાદિલી બતાવી હેટ માયરને પેવેલિયન તરફ જતો રોકી લીધો હતો અને બેટિંગ કરવા માટે કહ્યું હતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી અપીલને પરત ખેંચી લેવામાં આવી હતી. બાબરની આ ખેલદિલીની ભાવનાની સોશિયલ મીડિયા માધ્યમો પર ખૂબ જ જોરશોરથી પ્રસંશા થઇ રહી છે. 24 ઓક્ટોબરના રોજ ટી-20 વર્લ્ડકપની સૌથી હાઈવોલ્ટેજ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી છે. ફેન્સ ખૂબ જ આતુરતા પૂર્વક આ મેચની રાહ જોઈ રહ્યા છે.