Not Set/ દુનિયાને જલ્દી જ મળી શકે છે જુનિયર મુરલીધરન, જુઓ આ વીડિયો

પિતાનાં માર્ગે બાળક ચાલે તે હંમેશા પિતાની ઇચ્છા હોય છે. સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે ડોક્ટરનું બાળક ડોક્ટર બને છે

Sports
11 334 દુનિયાને જલ્દી જ મળી શકે છે જુનિયર મુરલીધરન, જુઓ આ વીડિયો

પિતાનાં માર્ગે બાળક ચાલે તે હંમેશા પિતાની ઇચ્છા હોય છે. સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે ડોક્ટરનું બાળક ડોક્ટર બને છે, પોલીસનું બાળક પોલીસ, એક્ટરનું બાળક એક્ટર બનવુ પસંદ કરે છે. તેવી જ રીતે ક્રિકેટરનું બાળક ક્રિકેટર બનવાનું પસંદ કરતા હોય છે. આવો જ એક ક્રિકેટર છે કે જેના દિકરાએ પોતાના પિતાનાં માર્ગે જવાનુ પસંદ કર્યુ છેે. અહી વાત શ્રીલંકાનાં મહાન સ્પિનર મુરલીધરનની થઇ રહી છે.

મુસીબતમાં ટીમ ઈન્ડિયા! / ભારતીય ટીમનો વિકેટકીપર રિષભ પંત કોરોના પોઝિટિવઃ રિપોર્ટ

આપને જણાવી દઇએ કે, મુરલીધરન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1,000 થી વધુ વિકેટ લેનારા સર્વશ્રેષ્ઠ સ્પિનર ​​છે. શ્રીલંકાનો આ દિગ્ગજ ખેલાડી હવે રમતમાંથી નિવૃત્ત થઈ ગયો છે, પરંતુ તેમનો દિકરો નરેન તાજેતરમાં જ બોલિંગ કરતો જોવા મળ્યો હતો. અહી સૌથી નવાઇની વાત એ છે કે મુરલીધરનનાં દિકરાની બોલિંગનો અંદાજ તેના જ જેવો છે. મુરલીધરને પોતાનો અને તેમના દિકરાની બોલિંગની સરખામણી કરતો એક વીડિયો શેર કર્યો છે. તેના ટ્વિટર એકાઉન્ટ પર તેનો અને તેના દિકરાને બોલિંગ કરતા જોઇ શકાય છે. વીડિયો શેર કરતા પહેલા શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટરે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘પિતા અને દિકરાનો સમય! આ સાથે તેણે આ વીડિયો બદલ આઈપીએલની ફ્રેન્ચાઇઝી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદનો પણ આભાર માન્યો છે.

સંકટનાં વાદળ / ઈંગ્લેન્ડ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે આવ્યા ખરાબ સમાચાર, 2 ખેલાડી કોરોના પોઝિટિવ

મુરલીધરનનાં નામે ટેસ્ટ અને વનડે બંનેમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ છે. તેણે અનુક્રમે 800 અને 534 વિકેટ લીધી છે. મુરલીધરને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ભારત સામે રમી હતી અને તે વાનખેડે સ્ટેડિયમ ખાતે 2011 વર્લ્ડ કપની ફાઇનલ હતી. નિવૃત્ત થયા પછી પણ મુરલીએ પોતાને રમત સાથે જોડી રાખ્યો છે. તે હાલમાં આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીનો બોલિંગ કોચ છે. તે અર્જુન રણતુંગાની આગેવાની હેઠળની શ્રીલંકન ટીમનો ભાગ હતો જેણે 1996 માં પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનારા પ્રથમ શ્રીલંકાનાં મુરલીધરને કહ્યું હતું કે, તે સન્માનની વાત છે અને મારી સૌથી મોટી તાકાત મારી પત્ની છે જે હંમેશાં મને ટેકો આપે છે. જણાવી દઇએ કે, શ્રીલંકાની ટીમ આજે ખરાબ ફોર્મમાંથી નીકળી રહી છે.