Cricket/ પાકિસ્તાનનાં મેદાનમાં 24 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ રમશે, Schedule થયો જાહેર

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આવતા મહિને પાકિસ્તાનનાં પ્રવાસે જવાની છે. શુક્રવારે શેડ્યૂલની પુષ્ટિ કરતી વખતે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ કહ્યું કે ટીમ આ પ્રવાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

Sports
11 45 પાકિસ્તાનનાં મેદાનમાં 24 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ રમશે, Schedule થયો જાહેર

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આવતા મહિને પાકિસ્તાનનાં પ્રવાસે જવાની છે. શુક્રવારે શેડ્યૂલની પુષ્ટિ કરતી વખતે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ કહ્યું કે ટીમ આ પ્રવાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા 1998 બાદ પ્રથમ વખત પાકિસ્તાનનો પ્રવાસ કરશે.

આ પણ વાંચો – ધોળી ધજા ડેમ હવે સૌરાષ્ટ્રનું પાણિયારું બન્યો /  સુરેન્દ્રનગર શહેરમાં પાણીની સમસ્યા નહીં સર્જાય : ધોળીધજા ડેમ 65 % હજુ ભરેલો

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પ્રવાસ પર 3 ટેસ્ટ, 3 વનડે અને એક T20 મેચ રમવાની છે. શ્રેણીની શરૂઆત 4 માર્ચથી રાવલપિંડીમાં થનારી ટેસ્ટ મેચથી થશે. આ પછી ટીમે કરાચીનાં નેશનલ સ્ટેડિયમમાં 12 થી 16 માર્ચ દરમિયાન બીજી ટેસ્ટ મેચ રમવાની છે. બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ લાહોરમાં 21 થી 25 માર્ચ દરમિયાન રમાશે. ODI શ્રેણી 29 માર્ચથી શરૂ થશે. શ્રેણીની તમામ મેચો રાવલપિંડીમાં રમાશે. બીજી વનડે 31 માર્ચે અને ત્રીજી અને અંતિમ 2 એપ્રિલે રમાશે. આ પછી 5 એપ્રિલે રાવલપિંડીમાં એકમાત્ર T20 મેચ રમાશે.

આ પણ વાંચો – ઘટાડો / ઝકરબર્ગની સંપત્તિમાં મોટો ઘડાડો, હવે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વધુ સંપત્તિવાન બન્યા!

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને ક્રિકેટ બોર્ડ સંમત થયા છે કે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ 27 ફેબ્રુઆરીએ ચાર્ટર્ડ ફ્લાઇટમાં ઇસ્લામાબાદ પહોંચશે અને હોટલમાં એક દિવસનાં આઇસોલેશન પછી પિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં તાલીમ શરૂ કરશે. વળી, ઓસ્ટ્રેલિયાની સફેદ બોલ ટીમ 24 માર્ચે લાહોર પહોંચશે. ટેસ્ટ શ્રેણી એ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે, જ્યારે ODI એ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ છે. જેમાં યજમાન ભારત સહિત ટોચની આઠ ટીમો 2023માં યોજાનાર 50 ઓવરનાં વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાય થશે.

સુધારેલ સમયપત્રક

ટેસ્ટ મેચનું શેડ્યૂલ

પહેલી ટેસ્ટ, 4 થી 8 માર્ચ – રાવલપિંડી

બીજી ટેસ્ટ, 12 થી 16 માર્ચ – કરાચી

ત્રીજી ટેસ્ટ, 21 થી 25 માર્ચ – લાહોર

ODI નું શેડ્યૂલ

પહેલી ODI, 29મી માર્ચે – રાવલપિંડી

બીજી વનડે, 31મી માર્ચે – રાવલપિંડી

ત્રીજી ODI, 2જી એપ્રિલે – રાવલપિંડી

T20 મેચ, 5 એપ્રિલે – રાવલપિંડી