Cricket/ હસન અલીને આ ઈશારો કરવો ભારે પડ્યો, ICC એ લગાવી ફટકાર

શુક્રવારે સીરીઝની પ્રથમ મેચમાં ICC આચાર સંહિતાનો ભંગ કરવા બદલ મેચ રેફરીએ હસન અલીને ફટકાર લગાવી હતી. તેટલુ જ નહી બાંગ્લાદેશનાં ખેલાડીઓને પણ મેચ રેફરીએ પ્રથમ T20 મેચમાં ધીમી ઓવર રેટ માટે મેચ ફીનાં 20 ટકા દંડ ફટકાર્યો હતો.

Sports
હસન અલી

પાકિસ્તાની બોલર હસન અલીનો ક્રિકેટ મેદાન પર ખરાબ તબક્કો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં નિર્ણાયક સમયે મેથ્યુ વેડનો કેચ છોડ્યા બાદ રાષ્ટ્રીય ખલનાયક બનેલા હસન અલીએ બાંગ્લાદેશ સામે પ્રથમ મેચમાં T20 માં તેના શાનદાર પ્રદર્શન બાદ મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો અને રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ 24 કલાકની અંદર સીરીઝની બીજી મેચ રમતા પહેલા તેને મેચ રેફરી તરફથી ફટકાર લગાવવામાં આવી હતી.

આ પણ વાંચો – શરમજનક / ઓસ્ટ્રેલિયાનાં ટેસ્ટ કેપ્ટન ટિમ પેને અશ્લીલ મેસેજ મોકલવા મામલે છોડ્યું કેપ્ટન પદ

શુક્રવારે સીરીઝની પ્રથમ મેચમાં ICC આચાર સંહિતાનો ભંગ કરવા બદલ મેચ રેફરીએ હસન અલીને ફટકાર લગાવી હતી. તેટલુ જ નહી બાંગ્લાદેશનાં ખેલાડીઓને પણ મેચ રેફરીએ પ્રથમ T20 મેચમાં ધીમી ઓવર રેટ માટે મેચ ફીનાં 20 ટકા દંડ ફટકાર્યો હતો. પ્રથમ T20Iમાં બાંગ્લાદેશની ઇનિંગની 17મી ઓવરમાં બનેલી ઘટનાને કારણે હસન અલીને દંડ ફટકારવામાં આવ્યો હતો. 17મી ઓવરમાં હસન અલીએ બાંગ્લાદેશનાં વિકેટકીપર-બેટ્સમેન નુરુલ હસનને આઉટ કર્યા બાદ અયોગ્ય ઈશારો કર્યો હતો. જેને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સંબંધિત ICC કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.5નું લેવલ વન ઉલ્લંઘન માનવામાં આવે છે. જે ‘આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન આવી ભાષા, એક્શન અને હાવભાવથી સંબંધિત છે જે બેટ્સમેનને આઉટ થયા બાદ આક્રમક પ્રતિક્રિયા આપવા માટે ઉશ્કેરે છે’.

આ પણ વાંચો – ધોનીએ મનાવ્યો પત્નીનો જન્મદિવસ / ધોનીએ પત્ની સાક્ષીનો અનોખી રીતે મનાવ્યો ૩૩મો જન્મદિવસ, વાઈરલ થઇ રહ્યો છે વિડીયો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ સંબંધમાં જારી કરેલા નિવેદનમાં કહ્યું, “આ ઉપરાંત, હસનનાં અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે, જેનું 24 મહિનામાં પ્રથમ ઉલ્લંઘન છે.” બાંગ્લાદેશનાં ખેલાડીઓને મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે તેમની મેચ ફીનાં 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે જે નિર્ધારિત સમય કરતાં એક ઓવર ઓછી હોવાનું જણાયું હતું. ICC એ જણાવ્યું હતું કે, “ICC ની આચાર સંહિતાની કલમ 2.22 અનુસાર, ખેલાડીઓને નિર્ધારિત સમયમાં બોલિંગમાં ટીમનાં પ્રત્યેક ઓવર ઓછી ફેંકવા માટે તેમની મેચ ફીનાં 20 ટકા દંડ ફટકારવામાં આવે છે.”