Not Set/ પૃથ્વી શોની ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર સાથે થઇ રહેલી તુલના અંગે કોહલીએ આ રીતે કાઢી ઝાટકણી

હૈદરાબાદ, રાજકોટમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓપનર બેટ્સમેન પૃથ્વી શોએ શાનદાર સદી ફટકારી હતી અનર ટીમના વિજયમાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. જો કે ત્યારબાદ શોની તુલના ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગ સાથે કરાઈ રહી છે, ત્યારે આ તુલના અંગે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું મહત્વનું નિવેદન સામે […]

Trending Sports
images 1 પૃથ્વી શોની ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર સાથે થઇ રહેલી તુલના અંગે કોહલીએ આ રીતે કાઢી ઝાટકણી

હૈદરાબાદ,

રાજકોટમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓપનર બેટ્સમેન પૃથ્વી શોએ શાનદાર સદી ફટકારી હતી અનર ટીમના વિજયમાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. જો કે ત્યારબાદ શોની તુલના ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગ સાથે કરાઈ રહી છે, ત્યારે આ તુલના અંગે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

m744e62g ind v wi prithvi પૃથ્વી શોની ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર સાથે થઇ રહેલી તુલના અંગે કોહલીએ આ રીતે કાઢી ઝાટકણી

વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, “યુવાન ક્રિકેટર પૃથ્વી શોની કોઈ અન્ય ક્રિકેટર સાથે તુલના કરવી જોઈએ નહી અને તેને એક ક્રિકેટર તરીકે ઉભરવા દેવો જોઈએ”.

વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી બીજી ટેસ્ટ પહેલા કોહલીએ કહ્યું, “મને નથી લાગતું કે શોને લઈ કોઈ નિર્ણય પર પહોંચી જવું જોઈએ. તમારે આ યુવા ખેલાડીને પોતાની ક્ષમતાને અનુસાર આગળ વધવા માટે પર્યાપ્ત સ્થાન આપવું જોઈએ.

ભારતીય કેપ્ટને વધુમાં જણાવ્યું હતું કે, “અમે નિશ્ચિત રીતે ઈચ્છી રહ્યા છે કે, શોએ પ્રથમ મેચમાં જે શાનદાર પ્રદર્શન કર્યું હતું તેનું પુનરાવર્તન કરે. તે સીખવા માટે ઈચ્છુક છે અને કૌશલ્યવાન ક્રિકેટર છે. તે કોઈ પણ પરિસ્થિતિનું સારી રીતે આંકલન કરી શકે છે”.

વિરાટ કોહલીએ ટીમમાંથી બહાર ચાલી રહેલા ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર સાથે પણ સહમતી દર્શાવી હતી. ગભીરે આ પહેલા કહ્યું હતું કે, લોકોએ પૃથ્વીની તુલના વીરેન્દ્ર સહેવાગ સાથે ન કરવી જોઈએ”.