Not Set/ યુપીમાં સતત બીજા દિવસે ટ્રેને મારી ગુલાટી, ગોરખપુર પાસે બાઘ એક્સ્પ્રેસ બની દુર્ઘટનાનો શિકાર

ગોરખપુર, ઉત્તરપ્રદેશમાં બુધવારે રાયબરેલીમાં બનેલી ટ્રેનની દુર્ઘટના બાદ ગુરુવારે પણ બીજી એક ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. ન્યૂ ફરક્કા એક્સપ્રેસના કોચ ૯ પાટા પરથી ઉતરી ગયા બાદ હવે બાઘ એક્સ્પ્રેસ ગોરખપુર પાસે દુર્ઘટનાનો શિકાર બની છે. આ સાથે જ છેલ્લા બે દિવસમાં આ બીજી ટ્રેન દુર્ઘટના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેન […]

Top Stories India Trending
DpNyCgWXcAAHd2P યુપીમાં સતત બીજા દિવસે ટ્રેને મારી ગુલાટી, ગોરખપુર પાસે બાઘ એક્સ્પ્રેસ બની દુર્ઘટનાનો શિકાર

ગોરખપુર,

ઉત્તરપ્રદેશમાં બુધવારે રાયબરેલીમાં બનેલી ટ્રેનની દુર્ઘટના બાદ ગુરુવારે પણ બીજી એક ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. ન્યૂ ફરક્કા એક્સપ્રેસના કોચ ૯ પાટા પરથી ઉતરી ગયા બાદ હવે બાઘ એક્સ્પ્રેસ ગોરખપુર પાસે દુર્ઘટનાનો શિકાર બની છે. આ સાથે જ છેલ્લા બે દિવસમાં આ બીજી ટ્રેન દુર્ઘટના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેન નંબર ૧૩૦૨૦ કાઠગોદામથી હાવડા જઈ રહી હતી ત્યારે ગોરખપુરના ડોમિનગઢ રેલ્વે સ્ટેશનથી અંદાજે ૧૦૦ મીટર પહેલા આ ટ્રેનના ચાર પૈંડા પાટા પરથી ઉતરી ગયા હતા.

બાઘ એક્સ્પ્રેસના ફ્રન્ટ SLR કોચના પાછળની ટ્રોલીના ચાર પૈંડા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે અ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિ થઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

આ ટ્રેનની દુર્ઘટના વચ્ચે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ટ્રેન પાટા પરથી ઉતરી જવા અંગે આંકલન કરવામાં આવ્યું છે અને તેઓઓએ ડીએમ તેમજ SSPને ઘટનાસ્થળે જવા માટે આદેશ આપ્યો છે.

મહત્વનું છે કે, બુધવારે સવારે ઉત્તર પ્રદેશના રાયબરેલી પાસે હરચંદપુરમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસના ૯ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં ૭ લોકોના મોત તેમજ ૨૧ લોકો ઘાયલ થયા હતા.

નોર્થ રેલ્વેના ડિવિઝનલ મેનેજર સતિશ કુમારે જણાવ્યું હરું કે, “હરચંદપુર પાસે સવારે ૬ વાગ્યે ન્યૂ ફરક્કા એક્સપ્રેસના કોચ પાટા પરથી ખડી પડ્યાં છે. ટ્રેન વેસ્ટ બંગાળના માલદા શહેરથી નીકળી દિલ્હી આવવા રવાના થઇ ત્યારે આ બનાવ બન્યો હતો.