ICC Women's World Cup/ સાઉથ આફ્રિકા સામે હાર થતાં ભારત વર્લ્ડ કપમાંથી બહાર,નો-બોલએ બાજી બગાડી,મિતાલી-ઝુલનનું સપનું ચકનાચૂર

રવિવારે દક્ષિણ આફ્રિકા (SA) સામે રમાયેલી મેચમાં ભારતનો પરાજય થયો છે અને આ સાથે જ આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર સમાપ્ત થઈ ગઈ છે

Top Stories Sports
37 સાઉથ આફ્રિકા સામે હાર થતાં ભારત વર્લ્ડ કપમાંથી બહાર,નો-બોલએ બાજી બગાડી,મિતાલી-ઝુલનનું સપનું ચકનાચૂર

મહિલા વર્લ્ડ કપમાં ભારતનું સપનું ફરી તૂટી ગયું છે. રવિવારે દક્ષિણ આફ્રિકા (SA) સામે રમાયેલી મેચમાં ભારતનો પરાજય થયો છે અને આ સાથે જ આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર સમાપ્ત થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ આ મેચ જીતી લીધી છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 274 રન બનાવ્યા હતા જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી. દક્ષિણ આફ્રિકાએ છેલ્લા બોલે જીત મેળવીને 7 વિકેટ ગુમાવીને 275 રન બનાવ્યા હતા.

ભારત બહાર થતાં જ એ નક્કી થઈ ગયું છે કે મહિલા વર્લ્ડ કપની સેમીફાઈનલ કઈ ટીમો વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે જ્યારે દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ સામે ટકરાશે.ટીમ ઈન્ડિયાની સિનિયર ખેલાડી અને કેપ્ટન મિતાલી રાજ ઝુલન ગોસ્વામી માટે આ એક ડ્રીમ બ્રેક છે. બંનેનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો, આવી સ્થિતિમાં દરેકની કોશિશ ઝુલન-મિતાલીને જીત સાથે વિદાય આપવાનો હતો. પરંતુ ભારત સેમીફાઈનલમાં જવાનું ચૂકી ગયું અને આ સાથે જ ભારતનું સપનું પણ તૂટી ગયું.

દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં સાત રનની જરૂર હતી. ભારત માટે દીપ્તિ શર્માએ છેલ્લી ઓવર નાંખી, તેણે સારી બોલિંગ કરી પરંતુ એક ભૂલ છવાયેલી રહી. ટીમ ઈન્ડિયાને છેલ્લી ઓવરના પાંચમા બોલ પર વિકેટ મળી એટલે જીતની આશા જાગી. પરંતુ દીપ્તિ શર્માનો તે બોલ નો-બોલ નીકળ્યો, જેમાં એક પણ વિકેટ મળી ન હતી, એક રન વધારાનો હતો અને ફ્રી-હિટ પણ મળી હતી.

ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી અને શાનદાર શરૂઆત કરી. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 71 અને શેફાલી વર્માએ 53 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન મિતાલી રાજે 68, વાઇસ કેપ્ટન હરમનપ્રીત કૌરે 48 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓની જોરદાર રમતના કારણે ભારત 274 રન બનાવી શક્યું હતું,જવાબમાં દક્ષિણ આફ્રિકા તરફથી લૌરા વોલ્વાર્ડે પણ 80 રન બનાવ્યા હતા જ્યારે લારા ગુડૉલે 49 રન બનાવ્યા હતા. અંતે, મિગ્નોન પ્રીઝની ઇનિંગ્સ દક્ષિણ આફ્રિકા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ, જેણે 63 બોલમાં 52 રન બનાવ્યા અને ટીમને વિજય અપાવ્યા પછી જ પરત ફર્યા.