Political/ BJPના “પરિવર્તન રથ”ને ટક્કર આપવા TMC એ “દીદીનાં દૂત” બસને મેદાનમાં ઉતારી

બંગાળમાં બીજેપીએ થોડા દિવસો પહેલા પરિવર્તન યાત્રાના નામ પર એક બસને રથ બનાવી અને ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. કુલ પાંચ પરિવર્તન યાત્રા સમગ્ર પશ્ચિમ બંગાળમાં કાઢવામાં આવી રહી છે. જેની સામે મમતા

Top Stories
didir dut BJPના "પરિવર્તન રથ"ને ટક્કર આપવા TMC એ "દીદીનાં દૂત" બસને મેદાનમાં ઉતારી

બંગાળમાં બીજેપીએ થોડા દિવસો પહેલા પરિવર્તન યાત્રાના નામ પર એક બસને રથ બનાવી અને ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. કુલ પાંચ પરિવર્તન યાત્રા સમગ્ર પશ્ચિમ બંગાળમાં કાઢવામાં આવી રહી છે. જેની સામે મમતા બેનરજીની પાર્ટી એ “દીદીર દૂત” (મમતા દીદીના દૂત) નામની યાત્રા શરૂ કરી છે.

Winter / રાજ્યમાં દિવસે ગરમી રાત્રે ઠંડી જેવો માહોલ, 10 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર

બંગાળમાં વિધાનસભા ચૂંટણી શરૂ થતા પહેલા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે જોરદાર પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. રાજ્યમાં ભાજપની પરિવર્તન રથયાત્રાનો સામનો કરવા માટે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા “દીદીનાં દૂત” મેદાનમાં ઊતારવામાં આવી છે. જેનો શનિવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે.

Chamoli / ઋષિગંગા નદી પાસે બનેલા તળાવ પર પહોંચી SDRFની ટીમ, હાલ ખતરો ટળ્યો

દક્ષિણ 24 પરગણામાં ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ભાજપ કેવી રીતે બસને રથમાં પરિવર્તિત કરી અને પરિવર્તન યાત્રા નામ આપવામાં આવ્યું છે, તે રીતે ટીએમસીએ શનિવારે બસને રથમાં ફેરવી નાખી છે જેને નામ આપ્યું છે “દીદીનાં દૂત”.

Tribute / પુલવામા આતંકી હુમલાની આજે છે બીજી વર્ષગાંઠ, જેમા આપણા 42 જવાનો થયા હતા શહીદ

ચૂંટણી પહેલા આવનારા દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અને મંત્રી આ બસમાં બેસી અને દીદીની નીતિઓ અને યોજનાઓનો પ્રચાર કરશે. તૃણમૂલ કોંગ્રેસે દીદીના દૂત નામની એક એપ્લિકેશન પણ શરૂ કરી છે. જ્યાં પશ્ચિમ બંગાળ સરકારની વિભિન્ન યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી રહે છે. તેમજ તૃણમૂલ કોંગ્રેસના કાર્યો અંગે અહીં જાણકારી આપવામાં આવી રહી છે સાથોસાથ આ નામની બસને પણ તૈયાર કરી દેવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…