Not Set/ શા માટે ૨૬ નવેમ્બરને “બંધારણ દિવસ” તરીકે મનાવવામાં આવે છે ? જાણો, આ રસપ્રદ વાતો

નવી દિલ્હી, આજથી લગભગ ૬૯ વર્ષ પહેલા એટલે કે ૨૬ નવેમ્બર, ૧૯૪૯માં ભારતનું બંધારણ બનીને તૈયાર થયું હતું, ત્યારથી જ આ દિવસને બંધારણ દિવસ (Constitution Day) તરીકે માનવવામાં આવે છે. દુનિયાના સૌથી મોટા દેશ એવા ભારતનું બંધારણ ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસોમાં બનીને તૈયાર થયું હતું. ડો. ભીમરાવ આંબેડકરે આ બંધારણનો મુખ્ય પાયો […]

Top Stories India Trending
0.87023800 1481206401 constitution શા માટે ૨૬ નવેમ્બરને "બંધારણ દિવસ" તરીકે મનાવવામાં આવે છે ? જાણો, આ રસપ્રદ વાતો

નવી દિલ્હી,

આજથી લગભગ ૬૯ વર્ષ પહેલા એટલે કે ૨૬ નવેમ્બર, ૧૯૪૯માં ભારતનું બંધારણ બનીને તૈયાર થયું હતું, ત્યારથી જ આ દિવસને બંધારણ દિવસ (Constitution Day) તરીકે માનવવામાં આવે છે.

Image result for Constitution ઓફ INDIA

દુનિયાના સૌથી મોટા દેશ એવા ભારતનું બંધારણ ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસોમાં બનીને તૈયાર થયું હતું. ડો. ભીમરાવ આંબેડકરે આ બંધારણનો મુખ્ય પાયો નાંખ્યો હતો અને ત્યારથી જ તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.

Image result for Constitution ઓફ INDIA

ભારતનું બંધારણ એ દુનિયાનું સૌથી મોટું બંધારણ કહેવામા આવે છે અને તેણે વર્ષ ૧૯૫૦માં લાગુ કરવામાં આવ્યું હતું.

દેશભરમાં ભારત સરકાર દ્વારા ૨૦૧૫માં પહેલીવાર “બંધારણ દિવસ” ઉજવ્યો હતો અને તેની પાછળનો મુખ્ય હેતુ ભીમરાવ આંબેડકરના યોગદાનને યાદ કરવા અને બંધારણના મહત્વનો પ્રસાર કરવા માટે મનાવવામાં આવ્યો હતો.

બંધારણ સભાના સભ્યોની વાત કરવામાં આવે તો, તેઓને દેશના રાજ્યોની સભાઓમાં ચુંટાયેલા મેમ્બર દ્વારા ચુંટવામાં આવ્યા હતા.

જાણો, ભારતના બંધારણ સાથે જોડાયેલા ખાસ વાતો :

Image result for Constitution OF INDIA

૧. ભારતના બંધારણમાં કુલ ૪૪૮ આર્ટિકલ અને ૧૨ શિડયુલ છે, તેમજ તેને ૨૫ ભાગોમાં વહેચવામાં વિભાજિત કરવામાં આવ્યું છે.

૨. બંધારણની સભાના કુલ ૨૮૪ સભ્યો દ્વારા ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારબાદ બે દિવસ પછી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ લાગુ કરાયું હતું.

Image result for Constitution OF INDIA

૩. ભારતના બંધારણની ખાસ વાત એ છે કે, તેને તૈયાર કરવા માટે કોઈ પણ પ્રકારની ટાઈપિંગ તેમજ પ્રિન્ટીંગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

૪. ૨૯ ઓગષ્ટ, ૧૯૪૭ના રોજ બંધારણનું માળખું તૈયાર કરવા માટેની એક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ તરીકે ડો. ભીમરાવ આંબેડકરને નિયુક્ત કરાયા હતા.

૫. આ સભાના મુખ્ય સભ્યોમાં જવાહરલાલ નહેરુ, ડો. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ હતા.

૬. બંધારણની આ સભા પર અંદાજે ૧ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.