ભાવ વધારો/ સામાન્ય જનતાને પડશે મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારો યથાવત

પેટ્રોલ અને ડીઝલની રેસ લાગી હોય તેમ તેના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે

Business
PICTURE 4 201 સામાન્ય જનતાને પડશે મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારો યથાવત
  • પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં તોતિંગ વધારો
  • સતત ચોથા દિવસે ભાવમાં થયો વધારો
  • પેટ્રોલમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો
  • ડીઝલમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો
  • સતત ભાવવધારાથી સામાન્ય જનતા પરેશાન
  • સામાન્ય જનતાને ચૂંટણીટાણે મોંઘવારીનો માર

પેટ્રોલ અને ડીઝલની રેસ લાગી હોય તેમ તેના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે. એક તરફ કોરોના કે જેણે લોકોનાં જીવનને પૂરી રીતે પ્રભાવિત કર્યુ છે. બીજી તરફ વધી રહેલી મોંઘવારીએ સામાન્ય માણસને કેવી રીતે સર્વાવ કરવુ તે વિચાર કરતો કરી દીધો છે.

પેટ્રોલ અને ડીઝલમાં એકવાર ફરી તોતિંગ વધારો નોંધાયો છે. સતત ચોથા દિવસે તેના ભાવમાં વધારો નોંધાયો છે. આપને જણાવી દઇએ કે, પેટ્રોલમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો તો વળી ડીઝલમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો નોંધાયો છે. આ સતત ભાવ વધારાથી જનતા પૂરી રીતે પરેશાન છે. નવાઇની વાત તો એ છે કે સામાન્ય જનતાનેે આ મોંઘવારીની માર ચૂંટણીટાણે થઇ રહી છે.

આપને જણાવી દઇએ કે, રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં, જ્યાં સામાન્ય પેટ્રોલનો ભાવ 100 રૂપિયાથી 1 રૂપિયો 63 પૈસા દૂર છે, ત્યારે એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની વાત કરવામાં આવે તો તે, લિટર દીઠ 90.05 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. રાજ્યની ઓઇલ કંપનીઓને સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે.

ભાવ વધારો / સામાન્ય જનતા ત્રસ્ત, પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં એકવાર ફરી ભડકો

Penalty / પેપ્સી, કોક અને બિસલેરી પર આશરે 72 કરોડનો ફટકારાયો દંડ

Business / હવે Paytmથી ટ્રાન્સફર કરી શકો છો ઘરનું ભાડુ, મળશે આટલા રુપિયાનું કેશબેક

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ