ઘરનું ભાડુ ચુકવવાનું સૌથી મોટું ટેન્શન એ છે કે મોટા પ્રમાણમાં પૈસા જાય છે અને બીજું, જો તમારી પાસે તે સમયે પૈસા ન હોય તો તમે ભાડું ચૂકવી શકતા નથી. પરંતુ પેટીએમએ તમારા માટે આ સમસ્યા સરળ બનાવી છે. જો તમારી પાસે ડેબિટ કાર્ડ ઉપરાંત ક્રેડિટ કાર્ડ છે, તો પછી તમે પેટીએમ દ્વારા તમારા ઘરનું ભાડુ ચુકવી શકો છો.
સામાન્ય રીતે કાર્ડનો ઉપયોગ ખરીદી, બસ, ટ્રેન અને ફ્લાઇટ ટિકિટ બૂક કરવા માટે કરીએ છીએ. પરંતુ મકાનમાલિકને ક્રેડિટ કાર્ડ આપીને, તમે તેને ભાડુ કાપવાનું કહી શકતા નથી. આ માટે તમારી પાસે કાં તો બેંકમાં રોકડ અથવા બેલેન્સ હોવું આવશ્યક છે, જેથી તમે યુપીઆઈ દ્વારા ભાડુ આપી શકો છો.
પોસ્ટ ઓફિસની સ્કીમ, દર મહિને મળશે 4950 રુપિયા, જાણો કેવી રીતે ખોલાવી શકો છો ખાતુ
પેટીએમએ તેની ભાડાની ચુકવણી સુવિધાને વિસ્તૃત કરી છે. એટલે કે, ક્રેડિટ કાર્ડ દ્વારા મકાન માલિકના બેંક ખાતામાં સીધા પૈસા જઇ શકે.
અત્યારસુધી પેટીએમ પાસે ફક્ત યુપીઆઈ, ડેબિટ કાર્ડ અને નેટબેંકિંગ દ્વારા ભાડાની ચુકવણીની સુવિધા હતી.

એટલું જ નહીં, જો તમે પેટીએમની આ સુવિધાનો ઉપયોગ કરીને ભાડુ ચૂકવો છો, તો તમને 1000 રૂપિયા સુધીનું કેશબેક પણ મળી શકે છે. કેશબેક સિવાય તમને ભાડાની ચુકવણી પર ક્રેડિટ કાર્ડ પોઇન્ટ પણ મળશે.
ક્રેડિટ કાર્ડથી ભાડુ ચૂકવવાનો ફાયદો એ પણ છે કે તરત જ તમારા ખિસ્સામાંથી રોકડ નીકળી નહીં જાય. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડની બાકી રકમ 45-50 દિવસ પછી ચૂકવવી પડે છે. જો તમે આની અંદર ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવો છો, તો પછી તમે વ્યાજથી પણ બતી શકો છો.
કેવી રીતે યૂઝ કરી શકો
પેટીએમ દ્વારા ક્રેડિટ કાર્ડથી ભાડું ચૂકવવા માટે, તમારે પેટીએમની હોમ સ્ક્રીન પરના રિચાર્જ અને પે બિલ વિભાગમાં જવું પડશે અને ભાડુ ચુકવણીનો વિકલ્પ પસંદ કરવો પડશે. બાદમાં મકાનમાલિકનો એકાઉન્ટ નંબર અને તમારા ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરીને તમે સીધુ ભાડુ આપી શકો છો. પેટીએમનું ઇનોવેટિવી ડેશબોર્ડ તમારી ભાડાની ચુકવણીઓ ટ્રેક કરવામાં મદદ કરશે અને ચૂકવણીની ડ્યુ ડેટની પણ રિમાઇન્ડ મોકલશે.
