Business News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ કર્મચારીઓ (Employees) માટે મોટો નિર્ણય લીધો છે. હવે પીએફના પૈસા ઉપાડવાનું વધુ સરળ બની ગયું છે. EPFOએ ઓનલાઈન પૈસા ઉપાડવા માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે તમારે રદ કરાયેલા ચેક અને બેંક ખાતાઓ માટે એમ્પ્લોયર (તમે જ્યાં કામ કરો છો તે કંપની) પાસેથી વેરિફિકેશન કરાવવાની જરૂર રહેશે નહીં.
આ ફેરફારનો હેતુ લગભગ આઠ કરોડ સભ્યોના દાવાઓને શક્ય તેટલી ઝડપથી પતાવટ કરવાનો છે. તેનાથી કર્મચારીઓ અને એમ્પ્લોયર બંનેને સુવિધા મળશે. શ્રમ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાં દાવાની પ્રક્રિયાને સરળ બનાવશે. ક્લેમ રિજેક્ટ થવાને કારણે થતી ફરિયાદો પણ ઓછી થશે.
દરરોજ હજારો વિનંતીઓ
અત્યાર સુધીમાં, 7.74 કરોડ સક્રિય EPF યોગદાનકર્તાઓમાંથી, 4.83 કરોડે તેમના બેંક ખાતા UAN સાથે લિંક કર્યા છે. બેંક એકાઉન્ટ સીડિંગ માટેની લગભગ 36,000 વિનંતીઓ દરરોજ પ્રાપ્ત થાય છે. બેંકોને વેરિફિકેશન પૂર્ણ કરવામાં સરેરાશ ત્રણ દિવસ લાગે છે. પરંતુ, એમ્પ્લોયરની મંજૂરીમાં વધુ 13 દિવસનો સમય લાગ્યો. જેના કારણે પેન્ડીંગ મંજુરીની સમસ્યા વધી હતી.
આ નિયમોમાં ફેરફાર
હવે સભ્યોએ ઓનલાઈન ક્લેમ ફાઇલ કરતી વખતે કેન્સલ થયેલ ચેક કે પાસબુકનો ફોટો અપલોડ કરવાની જરૂર રહેશે નહીં.
બેંક વેરિફિકેશન માટે એમ્પ્લોયરની મંજૂરીની જરૂર રહેશે નહીં. એટલે કે, બેંક ખાતાની વિગતો ચકાસવા માટે એમ્પ્લોયરની મંજૂરી હવે સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે.
EPF સભ્યો કે જેઓ તેમના પહેલાથી જોડાયેલા બેંક એકાઉન્ટને બદલવા માંગે છે તેઓ હવે તેમનો નવો બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ દાખલ કરીને આમ કરી શકે છે. આને આધાર આધારિત OTP વેરિફિકેશન દ્વારા પ્રમાણિત કરવામાં આવશે.
શું ફાયદો થશે?
નિયમોમાં ફેરફાર નબળી ગુણવત્તાવાળા અથવા વાંચવામાં અઘરા દસ્તાવેજો અપલોડ કરવાને કારણે થતા વિલંબને દૂર કરશે. અગાઉ, આ કારણોસર દાવાઓ નકારી કાઢવામાં આવતા હતા.આ ફેરફારોનો લાભ લાખો સભ્યોને મળશે. આ ફેરફાર 28 મે, 2024 ના રોજ કેટલાક KYC અપડેટ થયેલા સભ્યો માટે પાઇલટ પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. 1.7 કરોડ EPF સભ્યો આનો લાભ મેળવી ચૂક્યા છે. તેની સફળતા જોઈને EPFOએ હવે આ છૂટને તમામ સભ્યો સુધી લંબાવી છે.
કોઈ વધારાના દસ્તાવેજોની જરૂર નથી
શ્રમ મંત્રાલયે કહ્યું કે બેંક ખાતાને UAN સાથે લિંક કરતી વખતે, તે EPF સભ્યોની વિગતો સાથે વેરિફિકેશન કરવામાં આવે છે. તેથી હવે આ વધારાના દસ્તાવેજોની જરૂર નથી. આ પગલાથી 14.95 લાખથી વધુ EPF સભ્યોને તરત જ ફાયદો થશે. તેના બેંક વેરિફિકેશન માટે એમ્પ્લોયરની મંજૂરી બાકી હતી, જેના કારણે હવે તેને જલ્દી પૈસા મળી જશે.
આ પણ વાંચો:EPFO સભ્યોને મોટો ફટકો પડશે! વ્યાજ દર ઘટી શકે છે, આજે EPFO ની મીટિંગ
આ પણ વાંચો:ATMમાંથી PF ના પૈસા ઉપાડવામાં આવશે,એપની સુવિધા પણ મળશે; જાણો કેવું રહેશે EPFO 3.0
આ પણ વાંચો:PF ખાતાધારકો માટે EPFO વિભાગે જારી કર્યું એલર્ટ, જાણો આ મહત્ત્વના સમાચાર